Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અખિલેશ યાદવે કહ્યું-સમાજવાદી પાર્ટી આઝમ ખાનના સમર્થનમાં:તેમને જામીન અપાવવા માટે કરીશું પ્રયાસ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમ ખાન વિવાદ પર પહેલીવાર નિવેદન આપ્યું

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમ ખાન વિવાદ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર સમાજવાદી પાર્ટી આઝમ ખાનના સમર્થનમાં ઉભી છે. અમે તેમને જામીન અપાવવા માટે પ્રયાસ કરીશું. આ ઉપરાંત સપાના પ્રતિનિધિમંડળની સીતાપુરમાં આઝમ સાથે મુલાકાત ન થવા અંગે અખિલેશે કહ્યું કે મને આ અંગે કોઈ માહિતી નથી.

આ અગાઉ શનિવારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવ આઝમ ખાનને મળવા જેલ પહોંચ્યા હતા મીટિંગ બાદ 

મીટિંગ બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે અખિલેશ યાદવ આઝમની જામીન માટે પ્રયાસો નથી કરી રહ્યા. જો સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવે વિરોધ કર્યો હોત તો આઝમને ચોક્કસપણે જામીન મળી ગયા હોત પરંતુ આ માટે પ્રયાસો કરવામાં આવ્યા ન હતા.

 

શિવપાલના નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. ત્યારે રવિવારે સપા નેતા રવિદાસ મેહરોત્રા સીતાપુર જેલમાં ગયા હતા પરંતુ આઝમને મળી શક્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાને તેમને મળવાની ના પાડી દીધી હતી.

અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના તમામ એકમોનો ભંગ કરી નાખ્યો છે. તેનાથી બે પ્રકારની અટકળો તેજ બની છે. એક તો એ કે તેમણે અખિલેશ જોડે સમાધાન કરી લીધું છે અને બીજી એવી કે તેઓ હવે ભાજપ સાથે જોડાઈ જશે.

જેમ અરીસામાં એકવાર તિરાડ પડી જાય પછી તે સંધાઈ શકતી નથી એવું જ અખિલેશ અને શિવપાલ વચ્ચે છે. જ્યારે 2017 પહેલા અખિલેશ યુપીના મુખ્યમંત્રી પણ હતા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ પણ. તેઓ બેમાંથી એકેય પદ છોડવા તૈયાર ન થતા કાકા-ભત્રીજા વચ્ચે ગાંઠ પડી ગઈ હતી. શિવપાલે સમાજવાદી પાર્ટી છોડી અલગ ચોકો રચ્યો તેનો ફટકો તેમને પછીની વિધાનસભા ચૂંટણીમાં લાગ્યો. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કાકા-ભત્રીજાએ સમાધાન કરી લીધું હતું, પણ પૂર્ણપણે સમાધાન થઈ શક્યું નથી.

શિવપાલ યાદવ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડેલા. આ રીતે તેઓ બાકાયદા સપાના ધારાસભ્ય કહેવાય. તેમ છતાં સપાની વિધાયક દળની બેઠકમાં તેમને બોલાવવામાં આવ્યા નહીં. તેના બદલે સાથી દળોની બેઠકમાં બોલાવવામાં આવ્યા. તેનો અર્થ શું થયો? તેનો અર્થ એ થયો કે કાકા-ભત્રીજા વચ્ચે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વિલિનિકરણને લઈને વિવાદ છે. અખિલેશે કાકા શિવપાલને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનું વિલિનિકરણ કરવાન કહ્યું હશે અને તેમણે કર્યું હશે નહીં.

(5:08 pm IST)