Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાષ્ટ્રગીતની જ એક પંક્તિનો ઉપયોગ ચીનની સરકારને એટલો ખટક્યો કે પ્રતિબંધ મૂકી દીધો

ચીનમાં સરકારની 'ઝીરો કોવિડ' નીતિનો વિરોધ કરવા રાષ્ટ્રગીતની જ એક પંક્તિનો ઉપયોગ કરતા ડ્રેગન ખફા

ચીનમાં ચાલી રહેલા કડક લોકડાઉને ત્યાંના રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ચીનની વાસ્તવિકતા એ છે કે તે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયું છે. ડ્રેગન પોતાની નબળાઈને દુનિયાથી છુપાવી રહ્યું છે. હાલમાં ચીનની અર્થવ્યવસ્થા કહેવાતા શાંઘાઈમાં કોરોનાએ ઘણી અરાજકતા સર્જી છે. અહીં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. જેના કારણે ચીને કડક લોકડાઉન લાગુ કર્યું હતું. આ લોકડાઉન એટલું કડક હતું કે લોકો ઘણા દિવસો સુધી જેલની જેમ તેમના ઘરોમાં કેદ હતા

આ જોતાં ત્યાંના લોકો મોટા પાયે સરકારની 'ઝીરો કોવિડ' નીતિનો વિરોધ કરી રહ્યા છે. ચીનમાં ઈન્ટરનેટ સેન્સર્સે દેશના રાષ્ટ્રગીત પર બેન મૂક્યો છે, જેનો ઉપયોગ શાંઘાઈ જેવા શહેરોના રહેવાસીઓ દ્વારા કડક લોકડાઉનનો વિરોધ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. વાસ્તવમાં મામલો એ હદે પહોંચી ગયો કે લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા અને અંતે જ્યારે મામલો સમાચાર સુધી પહોંચ્યો અને આખી દુનિયામાં ચીનની નિંદા થઈ, ત્યારે ડ્રેગને કોરોના નિયમોમાં છૂટછાટ આપવાનું શરૂ કર્યું. ત્યારે હવે ચીનની સરકારે તેના પોતાના રાષ્ટ્રગીત પર પ્રતિબંધ મૂક્યો છે.

 

ચીનમાં લોકો રચનાત્મક રીતે પોતાનો અવાજ ઉઠાવવા માટે ચીનના રાષ્ટ્રગીત 'માર્ચ ઓફ ધ વોલન્ટિયર્સ'ની એક લાઇનનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસની નજરથી બચીને લોકો શાંઘાઈની દીવાલો પર આ શબ્દો લખી રહ્યા છે. ક્યાંક પોસ્ટરો પણ જોવા મળી રહ્યા છે. લોકો પંક્તિને હેશટેગ બનાવીને ચીની સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. વધતા વિરોધને જોતા સરકારે આ લાઇન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

1978 થી ચીન પોતાના રાષ્ટ્રગીત તરીકે 'માર્ચ ઓફ ધ વોલન્ટિયર્સ' નો ઉપયોગ કરી રહ્યું છે. તો બીજી તરફ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે, હેશટેક બનાવીને સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. આના થકી કોવિડને કારણે અથવા લોકડાઉનમાં યોગ્ય સહાય ન મળવાને કારણે મૃત્યુ પામનારા લોકો વિશે વિગતવાર જણાવવામાં આવી રહ્યું છે.

(5:09 pm IST)