Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

બીએસએફમાં આર્કિટેક્‍ટ અને જુનીયર એન્‍જીનીયરની 90 જગ્‍યાઓ માટે ભરતી કરાશે

45 દિવસની અંદર ઉમેદવારો વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરી શકશે

નવી દિલ્‍હીઃ નોકરીવાંચ્‍છુ ઉમેદવારો માટે બોર્ડર સિક્‍યુરીટી ફોર્સમાં અલગ અલગ પદ માટે 90 જગ્‍યાઓ માટે અરજીઓ મંગાવાઇ છે.

બીએસએફમાં આર્કિટેક્ટ અને જૂનિયર એન્જિનિયરના પદ હાલ ખાવી છે. ઈચ્છુકો ખાલી પડેલી જગ્યાઓની માહિતી અહીં ચેક કરી શકે. બૉર્ડર સિક્યોરિટી ફોર્સ, બીએસએફના ડાયરેક્ટ જનરલે ગૃપ બીના 90 પદો માટે આવેદનો મંગાવ્યા છે. આવેદન કરવા માટે ઉમેદવારોએ અધિકારીક વેબસાઈટ rectt.bsf.gov.in પર જવાનું રહેશે. 45 દિવસની અંદર ઉમેદવારોએ આવેદન કરવાનું રહેશે. રોજગાર સમાચારના 23થી 29 એપ્રિલના એડિશનમાં આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

ઈન્સ્પેક્ટર આર્કિટેક્ટ:

1 ઈન્સ્પેક્ટર આર્કિટેક્ટ માટે આવેદન મંગાવવામાં આવ્યું છે. આર્કિટેક્ચરની ડિગ્રી ધરાવનાર અને કાઉન્સિલ ફોર આર્કિટેક્ચર અંડર એક્ટ 1972 મુજબ રજિસ્ટર ઉમેદવાર આ પદ માટે આવેદન આપી શકે છે. ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સબ ઈન્સ્પેક્ટર:

57 સબ ઈન્સ્પેક્ટરો માટેની જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. અને ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

જૂનિયર એન્જિનિયર/સબ ઈન્સ્પેક્ટર ઈલેક્ટ્રિકલ:

આ પોસ્ટ માટે 32 જગ્યાઓ છે. જેના માટે કોઈ પણ સરકારી સંસ્થા અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

(5:34 pm IST)