Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પુજા પાઠ એવા જ્ઞાનિ વિદ્વાન બ્રાહ્મણો પાસે જ કરાવો જે મુર્ખ ન હોય અને શ્‍લોક જાણતા હોયઃ બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી અને હમ પાર્ટીના સુપ્રિમો જીતનરામ માંઝીનું વિવાદાસ્‍પદ નિવેદન

ધનબાદમાં પરિસદનમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન

ધનબાદ: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના સુપ્રીમો જીતનરામ માંઝીએ બ્રાહ્મણોને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જીતનરામ માંઝી રવિવારે ધનબાદ પહોંચ્યા હતા. પરિસદનમાં પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન માંઝીએ કહ્યું કે દલિત હવે પૂજા પાઠ તરફ ધ્યાન આપી રહ્યા છે પણ પૂજા પાઠ તેવા બ્રાહ્મણ પાસે કરાવો જે જ્ઞાની, વિદ્ધાન હોય, જે શ્લોક જાણતા હોય. હાલ એવા બ્રાહ્મણો પૂજા કરાવે છે જે શ્લોક જાણતા પણ નથી. ન્યૂઝ પેપર લઇને પહોંચી જાય છે. હનુમાન ચાલીસા વાંચીને પૂજા સંપન્ન કરાવી નાખે છે.

તેમણે દલિતોને અપીલ કરતા કહ્યું કે રાજા રામચંદ્ર જી ની આરતી ગાવાથી બેડો પાર થશે નહીં. વાંચશો, લખશો, સમજદાર બનશો, બાળકોને ભણાવશો ત્યારે જ બેડો પાર થશે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના બતાવેલા રસ્તા પર ચાલો. બાબા સાહેબ શિક્ષાને મહત્વપૂર્ણ ગણાવતા હતા. જેથી શિક્ષા વગર દલિત આગળ વધી શકશે નહીં.

તેમણે પાર્ટીને બિહાર અને ઝારખંડ સિવાય અન્ય રાજ્યોમાં પણ વધારવાની વાત કહી અને કહ્યું કે લોકો અમારી વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. ભલે અમે સત્તામાં ના આવી શકીયે પણ અમે લોકો વચ્ચે પોતાની સેવા કરતા રહીશું. દલિત, શોષિત અને પીડિતોનો સહારો આપતા રહીશું. તેમને શોષણથી મુક્ત કરાવવાનો અમે પ્રયત્ન કરતા રહીશું, જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સપનું હતું તેને સાકાર કરવાના પુરા પ્રયત્ન કરીશું.

 ઝારખંડમાં 1932 ખતિયાન આધારિત સ્થાનીય અને નિયોજન નીતિ પર પુછાયેલા સવાલ પર તેમણે યોગ્ય રીતે જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું કે આ વિષય પર તેમને વધારી જાણકારી નથી. સંવિધાન એ અધિકાર આપે છે કે તે દેશમાં ક્યાં પણ જમીન લઇ શકે છે, કોઇ પણ નાગરિક લઇ શકે છે.

(5:44 pm IST)