Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

દેશ વિરોધી કન્ટેન્ટ અને ખોટી માહિતી ફેલાવનાર સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક

-- 16 યૂટ્યૂબ ચેનલ બ્લોક કરવા સાથે 6 પાકિસ્તાની ચેનલ પણ પ્રતિબંધિત કરાઈ

નવી દિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો ભારતીય અને 6 પાકિસ્તાન સ્થિત યૂટ્યૂબ ચેનલ્સ હતી. સરકારે આઈટી નિયમો, 2021 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને આવી મોટી કાર્યવાહી કરી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ તમામ યુટ્યુબ ચેનલો ભારતમાં ગભરાટ ફેલાવવા, કોમી વેરઝેર ભડકાવવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખોટી, અપ્રમાણિત માહિતી ફેલાવી રહી છે. પ્રતિબંધિત યુટ્યુબ ન્યૂઝ ચેનલોના 680 મિલિયનથી વધારે દર્શકો હતા. 

  અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આવી બીજી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા પણ સરકારે દેશની સુરક્ષા માટે ખતરાનું કારણ આગળ ધરીને ઘણી વધુ યૂટ્યૂબ ચેનલોને વચ્ચે બ્લોક કરી દીધી હતી. મંત્રાલયે આઈટી રૂલ્સ 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુટ્યુબ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરી દીધી હતી. 

 આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત સંવેદનશીલ અને બાબતોમાં ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. અવરોધિત યુટ્યુબ ચેનલોની કુલ વ્યૂઅરશીપ 260 મિલિયન હતી.2021માં પણ સરકારે પાકિસ્તાન દ્વારા દેશ માટે કરવામાં આવેલા પ્રચાર અભિયાન સામે મોટી કાર્યવાહી કરી હતી.

 માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ 20 યુટ્યુબ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી.મંત્રાલયે પોતાના અલગ અલગ આદેશમાં યૂટ્યૂબને 20 ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલય વચ્ચે સંકલિત પ્રયાસ બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં જે યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સ અવરોધિત કરવામાં આવી હતી તે પાકિસ્તાનથી સંચાલિત આયોજિત ખોટી માહિતી નેટવર્કની હતી

(7:28 pm IST)