Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નીચી જાતિની છું એવું કહીને જેલમાં મને પાણી ન અપાયું: સાંસદ નવનીત રાણાએ સ્પીકર ઓમ બીરલાને લખ્યો પત્ર

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા અપક્ષ સાંસદ નવનીત રાણાએ સ્પીકર ઓમ બીરલાને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ કેસમાં ધરપકડ થયેલા અને હાલમાં ભાયખલા જેલમાં રહેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બીરલાને પત્ર લખીને જેલ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. બીરલાને લખેલા પત્રમાં નવનીત રાણાએ કહ્યું કે હું નીચી જાતીની છું તેવું કહીને જેલ અધિકારીઓએ મને પાણી પણ પીવા દીધું  નહોતું

નવનીત રાણાએ પત્રમાં લખ્યું છે કે, મને 23મીએ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. 23 એપ્રિલના રોજ મારે આખી રાત પોલીસ સ્ટેશનમાં જ પસાર કરવી પડી હતી. રાત્રે ઘણી વખત પીવા માટે પાણી માગ્યું હતું, પરંતુ કોઈએ મને પાણી આપ્યું નહોતું. નવનીતે વધુમાં મોટો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ઘટનાસ્થળે હાજર પોલીસ સ્ટાફે કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિની છું, તેથી તેઓ જે ગ્લાસમાં પાણી પીવે છે તે જ ગ્લાસમાં તેમને પાણી આપી નહીં શકે. મારો કહેવાનો અર્થ એ છે કે મારી જાતિને કારણે મને પીવા માટે પાણી પણ આપવામાં આવ્યું નહોતું. હું એ વાત પર ભાર મૂકવા માગું છું કે મારી જ્ઞાતિને કારણે મને મૂળભૂત માનવાધિકારોથી વંચિત રાખવામાં આવી હતી.

નવનીત વધુમાં કહયું કે જેલમાં મારે રાત્રે મને બાથરુમ પણ જવા દેવાઈ નહોતી. પોલીસ સ્ટાફે મારી માગણી પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. પછી મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ (પોલીસ સ્ટાફ) નીચલી જાતિના લોકોને તેમના બાથરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી. નવનીતે લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સરકાર પોતાના હિંદુત્વના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. આ લોકો લોકોના વિશ્વાસને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના આધારે તેઓ સત્તામાં આવ્યા હતા

 
(8:13 pm IST)