Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અરૃણલાલ ૨૮ વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે

ભારતના પૂર્વ ઓપનર બીજીવાર વરરાજા બનશે ઃ અરૃણ લાલે આમંત્રણ આપવાનું શરૃ કરી દીધું, લગ્ન ૨ મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં

મુંબઈ, તા.૨૫ ઃ ભારતના પૂર્વ ઓપનર અરૃણ લાલ બીજીવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. તે ૬૬ વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની થનારી પત્નીનું નામ બુલબુલ સાહા છે. બુલબુલની ઉંમર ૩૮ વર્ષની છે એટલે કે તે અરૃણ લાલથી ૨૮ વર્ષ નાની છે.

અરૃણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનને ઘણા જૂના મિત્રો છે. અરૃણ લાલે લગ્નની કંકોત્રી છપાવી અને આમંત્રણ આપવાનું શરૃ કરી દીધું છે. તેમના લગ્ન ૨ મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં રાખવામાં આવ્યા છે. લગ્નમાં મોટા રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અરૃણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ એકબીજાની સંમતિથી સાથે મળીને છૂટાછેડા લીધા છે.

સુત્રો અનુસાર રીના ઘણા સમયથી બીમારીથી પિડાઈ રહી છે. તેણીની મરજીથી જ અરૃણ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. અરૃણ અને બુલબુલે એક મહિના અગાઉ ઈન્ગેજમેન્ટ કરી હતી અને તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.

અરૃણ લાલનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૫૫ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમના લગ્નમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીબીએ)ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે. અરૃણ લાલને ૨૦૧૬માં કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ કમાન સંભાળ્યું હતું.

(8:26 pm IST)