Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં ફરી 1000થી વધુ નવા કેસ: એક દર્દીનું મોત

સંક્રમિત લોકોમાંથી 817 રિકવરી: એક્ટિવ કેસોનો આંકડો 4,168એ પહોંચ્યો

નવી દિલ્હી :છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1,011 નવા કોરોના કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત લોકોમાંથી 817 રિકવરી અને 1 મૃત્યુ નોંધવામાં આવ્યા છે. એક્ટિવ કેસનો આંકડો 4,168 છે. રવિવારે પણ રાજ્યમાં 1000 થી વધુ કેસ નોંધાયા હતા. રવિવારે, દિલ્હીમાં 1,083 નવા કેસ મળી આવ્યા હતા અને એક દર્દીનું ચેપને કારણે મૃત્યુ થયું હતું. તે જ સમયે 23 એપ્રિલ, શનિવારે, દિલ્હીમાં કોરોના ચેપના 1094 નવા કેસ નોંધાયા, જ્યારે 2 દર્દીઓના મોત થયા.

વૈશ્વિક મહામારી કોવિડ-19 વાયરસના ઝડપથી વધી રહેલા કેસો અને દિલ્હીમાં ચોથી વેવની શક્યતાઓને જોતા હવે આરોગ્ય વિભાગ કોવિડ રસીકરણના 100 ટકા લક્ષ્યને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના ડેટા મુજબ, દિલ્હીમાં હજુ પણ લગભગ 4.5 લાખ લોકો એવા છે જેમને કોવિડ સામે રસી આપવામાં આવી નથી

(10:36 pm IST)