Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અમેરિકાનો ચંદ્ર પર પરમાણુ પરીક્ષણ કરવાનો હતો પ્લાન :ચોંકાવનારા ખુલાસાથી ખળભળાટ

1600 પાનાના દસ્તાવેજમાં AATIP દ્વારા કરાતા સંશોધનની ચોંકાવનારી વિગતો બહાર આવી

નવી દિલ્હી :  1600 પાનાના દસ્તાવેજમાં AATIP દ્વારા કરવામાં આવી રહેલા સંશોધનની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં ખુલાસો થયો છે કે,અમેરિકા ચંદ્ર પર પરમાણુ પરીક્ષણ કરવા માંગતુ હતુ. યુએસ સરકારના એડવાન્સ્ડ એરોસ્પેસ થ્રેટ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ (AATIP) ના દસ્તાવેજો દર્શાવે છે કે, તે ચંદ્ર પર અદ્યતન તકનીકનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું હતું જેમાં વિઝિબિલિટી ક્લોક્સ, અને એન્ટિગ્રેવિટી ડિવાઇસ, ટ્રાવર્સેબલ વોર્મહોલ્સ અને પરમાણુ હથિયારો વિસ્ફોટ કરીને ચંદ્ર પર ટનલિંગનો સમાવેશ થાય છે. જો કે, હવે AATIP નિષ્ક્રિય છે અને આ સંસ્થા કાર્યરત નથી.

આ દસ્તાવેજો ભારતમાં માહિતી અધિકાર (RTI)ની જેમ ફ્રીડમ ઑફ ઇન્ફર્મેશન એક્ટ (FOIA) હેઠળ મેળવવામાં આવ્યા છે. જેમાં ભૂતપૂર્વ સીનેટર હૈરી જવાબદાર હોવાનું કહેવાય છે.અહેવાલો મુજબ, આમાંની કોઈપણ તકનીકને આગળ ધપાવવામાં આવી નથી આવી

આ ખુલાસામાં ખળભળાટ મચાવી દે તેવો એક ખુલાસો પણ હતો જે પ્રમાણે તેમાં થર્મોન્યુક્લિયર સાધનોનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર બ્લાસ્ટ કરવાનો પ્લાન પણ સામેલ હતો.

 

(11:08 pm IST)