Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગ્વાલિયરમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો :પતિએ ખોટું બતાવી કર્યા લગ્ન: બે દિયર સાથે મૌલાનાએ કર્યો બળાત્કાર

મહિલાની સાસુએ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી : રૂમમાં બંધ રાખવામાં આવતી અને કેટલાક યુવકો તેના રૂમમાં આવીને દુષ્કર્મ આચરતા

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી લવ જેહાદનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં નામ બદલીને લગ્ન કરનાર પતિએ જ મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે, પરંતુ લગ્ન બાદ મહિલાના બે દિયર અને એક મૌલાનાએ પણ તેની સાથે બળાત્કાર કર્યાનો આક્ષેપ કર્યો છે. આ પછી મહિલાની સાસુએ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી

ગ્વાલિયરના ગોલ પહારિયાની રહેવાસી એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ડાબરાના એક યુવકે તેનું નામ બદલીને તેની સાથે મિત્રતા કરીને બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો 

પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેણે લગ્નની જીદ કરી. ત્યારબાદ આરોપીએ પહેલા તેનો ગર્ભપાત કરાવીને પછી તેની સાથે લગ્ન કરી લીદા. લગ્ન કરીને જ્યારે તે તેના પતિ સાથે રહેવા લાગી ત્યારે મૌલાનાએ આવીને કહ્યું કે તારા લગ્ન માન્ય નથી. તારે મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કરવા પડશે. તેના માટે તારે ધર્મપરિવર્તન કરવું પડશે. જ્યારે મહિલાએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો પહેલા તેના બે દિયરોએ અને પછીથી મૌલાનાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેને તેની સાસુ દ્વારા દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. તેને રૂમમાં બંધ રાખવામાં આવતી અને કેટલાક યુવકો તેના રૂમમાં આવીને તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

20 એપ્રિલે પીડિતા આ લુખ્ખાઓની ચુંગાલમાંથી છટકવામાં સફળ રહી. આરોપી તેને જે રૂમમાં રાખતા હતા તેને તાળું મારવાનું ભૂલી ગયા હતા. તકનો લાભ લઈને મહિલા ડબરાથી ભાગીને પોતાના પિયર ગ્વાલિયર પહોંચી. પછી તેણે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી કહી હતી. ગ્વાલિયરના એસપી અમિત સાંઘીએ કહ્યું કે પોલીસે આ કેસમાં તત્પરતા દેખાડતા મુખ્ય આરોપી સહિત બે આરોપીને દબોચી લીધા છે. તો ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. તેઓને પણ ઝડપથી પકડી લેવાશે.

 

(11:13 pm IST)