Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વરસાદની સંભાવના

મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણા, દક્ષિણ તમિલનાડુમાં હવામાનમાં પલટો જોવા મળી શકે

નવી દિલ્હી : આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 24 થી 28 એપ્રિલ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણા, દક્ષિણ તમિલનાડુમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે.

આગામી  24 થી 27 એપ્રિલ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, છત્તીસગઢ, દક્ષિણ મધ્ય પ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન (30-50 kmph) સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 

 નોંધનિય છે કે, ભારે ગરમીના કારણે લોકો વિવિધ પ્રકારના પીણાનો આસરો લઈ રહ્યા છે. ઘણી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

   
 
(12:03 am IST)