Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૧૨

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્‍યાસ, પ્રાર્થના, પ્રયાસ અને પ્રતીક્ષા

પરમ પ્રિય,

પ્રેમ, પત્ર મળયો છે. તેનાથી આનંદિત છુ સત્‍યને માટે, શાંતિને માટે, ધર્મને માટે, હૃદય જયારે એટલી અભીપ્‍સાથી ભરેલું છે તો એકનેએક દિવસ તે સૂર્યનાં દર્શન પણ થશે જ; જેના સાક્ષાત્‍કારથી જ જીવનનો બધો અંધકાર દુર થઇ જાય છે.

પ્‍યાસ કરો, પ્રાર્થના કરો. પ્રયાસ કરો અને પ્રતીક્ષા કરો. નાનાં નાનાં પગલાં કેવી રીતે હજારો માઇલનાં અંતર નકકી કરશે,  તેનાથી ગભરાતાં નહીં એક એક પગલું જ અનંત પણ અંતર નકકી કરી શકાય છે.

બુંદ બુંદ જોડાઇને જ તો સાગર ભરાય છે. ત્‍યાં બધાંને પ્રણામ હું તો હવે જલ્‍દી જ આવી રહ્યો છું. બાકી  મળવા પર. ત્રિમૂર્તિના શું હાલ છે? -     રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:44 am IST)