Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અયોધ્‍યા શ્રી રામ મંદિરે પ્રથમ વખત જાનકી મહોત્‍સવ ઉજવાશે

૧૬ અને ૧૭ મે એ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે : મંદિર ટ્રસ્‍ટ દ્વારા તડામાર તૈયારી

નવી દિલ્‍હી,તા.૨૫ : અયોધ્‍યામાં શ્રીરામ મંદિર નિર્માણ બાદ પ્રથમ વખત શ્રી જાનકી મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાશે. ચૈત્ર મહિનામાં રામ ભગવાનના પ્રાગટયોત્‍સવ પછી માતા જાનકીનો પ્રાગટયોત્‍સવની તૈયારી શરૂ કરવામાં આવી છે. જનહ નંદિની  માતા જાનકીજીનો પ્રાગટયોત્‍સવ આ વર્ષે વૈશાખ શુક્‍લ નવમીના જાનકી નવમી પર્વ ઉજવાશે.

જો કે નવમી તીથીને લઇને વિટંબણાઓ છે. છોટી દેવકાલી મંદિરમાં  જાનકી નવમીનો ઉત્‍સવ ૧૬ તારીખે અને વૈષ્‍ણવ પરંપરાના મંદિરોમાં ૧૭મેના રોજ ઉજવાશે.

આ વર્ષે પહેલીવાર રામ મંદિરોમાં ભવ્‍યતાથી જાનકીજીનો જન્‍મોત્‍સવ ઉજવાશે. શ્રીરામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શ્રીરામ મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતાની સાથે હનુમાનજીની મુર્તિની પણ પ્રતિષ્‍ઠાવિધી કરાઇ છે. આ ઉપરાંત શ્રીરામ મંદિરોમાં સીતા રસોઇની પણ પરિકલ્‍પના કરાઇ છે

(4:00 pm IST)