Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પટનામાં જેડીયુ નેતા સૌરભ કુમારની ગોળી ધરબી હત્‍યા

પટના તા. રપઃ બિહારમાં ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. ત્‍યારે રાજધાની પટનામાં જીડીયુ નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પુનપુન પોલીસ સ્‍ટેશન હેઠળના બધિયાકોલમાં બુધવારે ર૪ એપ્રિલે લગભગ ૧રઃ-૧પ વાગ્‍યે અજાણ્‍યા અપરાધીઓએ બે લોકોને ગોળી મારી હતી. ગોળી વાગવાથી એક યુવકનું મૃત્‍યુ નીપજયું હતું જયારે અન્‍ય યુવક ઘાયલ છે. મૃતકની ઓળખ જેડીયુ નેતા સૌરભકુમાર તરીકે થઇ છે. જયારે તેના મિત્ર મુનમુન ઘાયલ છે.

પટનાના મસૌધી એસડીપીઓ કન્‍હૈયા સિંહે જણાવ્‍યું કે, સૌરભારના એક પરિચિતના ભાઇના લગ્નની રિસેપ્‍શન પાર્ટી હતી. જેમાં પટનાના શિવ નગરના પારસા બજાર ખાતે રહેતો સૌરભ કુમાર તેના મિત્ર મુનમુન સાથે રિસેપ્‍શન પાર્ટીમાં આવ્‍યો હતો. રાત્રે ઘરે પરત ફરતી વખતે અજાણ્‍યા લોકોએ તેને ગોળી મારી હતી. ગુન્‍હો કર્યા બાદ ગુનેગારો નાસી ગયા હતા.

(4:33 pm IST)