Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોના કાળમાં મોંઘવારીનો માર : પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને : સરસવના તેલ સાથે લીંબુ અને આંબળાના ભાવમાં જબરો ઉછાળો

સરસવના તેલ 200 રૂપિયાને પાર પહોંચ્યું :છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ 2.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.94 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં ચૂંટણી ખત્મ થતાની સાથે જ અનેક હિસ્સાઓમાં પેટ્રોલે છલાંગ લગાવીને 100નો આંકડો પાર કરી લીધો છે. 2 મેના દિવસે ચૂંટણી પરિણામ આવ્યા. 4 મે પછીથી દિલ્હીમાં પેટ્રોલ 2.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.94 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ગયું છે. તો કોવિડ-19 વાયરસનો કહેર શરૂ થયો ત્યારથી સરસવના તેલની કિંમત વધીને 200 રૂપિયા થઈ ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિદિવસ સવારે 6 વાગે બદલાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા પછી આનો ભાવ લગભગ બેગણો થઈ જાય છે. તેલ કંપનીઓ અનુસાર વિદેશી મુદ્રા દરો સાથે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતોના આધાર પર પ્રતિદિવસ પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ જોવામાં આવે તો દિલ્હીમાં 93.21 રૂપિયા અને ડીઝલ 29 પૈસા વધીને 84.07 રૂપિયા પ્રતિ લીટર વેચાયું. મુંબઈમાં પેટ્રોલ 99.49 રૂપિયા, ડીઝલ 91.30 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 93.27 રૂપિયા અને ડીઝલ 86.91 રૂપિયા પ્રતિ લિટર છે.

રાજસ્થાન અને એમપીના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100ના આંકડાઓને પાર કરી ગયા છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલ 104, અનૂપપુરમાં 103.68, એમપીના ભોપાલમાં 101.11, ઈન્દોરમાં 101.18 અને રીવામાં 103.32 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. કોરોના કાળમાં લોકોની આવક પહેલાથી ઠપ થઈ ચૂકી છે. તેના પર તેલના ભાવોમાં લાગેલી આગથી લોકો બેહાલ છે.

કોરોના કાળમાં સરસવના તેલ સાથે લીંબુ અને આમ્બલાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સરસવના તેલમાં સતત ભાવ વધારાના કારણે 200ને પાર જતો રહ્યો છે. પ્રતિદિવસ મોંઘવારી દેશ પર પોતાનો અજગરી ભરડો ભરી રહી છે.

(12:00 am IST)