Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

યુપીએસસી સીડીએસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર: લેખિત પરીક્ષાના આધારે કુલ 147 ઉમેદવારો થયા પાસ

યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકાય છે

નવી દિલ્હી : કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવેલ ઇન્ટરવ્યુના આધારે અને યુપીએસસી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષાના આધારે કુલ 147 ઉમેદવારો પાસ થયા છે.

યુપીએસસી દ્વારા પરિણામ જાહેર કરવાના નોટિફિકેશન દ્વારા (સીડીએસ અંતિમ પરિણામ) જાહેર કરવામાં આવ્યું છે.

  જે ઉમેદવારોએ આ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માં ભાગ લીધો હતો તે યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જો કે તે ઉમેદવારોના ગુણ અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર 30 દિવસ માટે યુપીએસસી વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. પસંદ થયેલા ઉમેદવારોને ચેન્નાઈ અને અન્ય સ્થળોએ તાલીમ આપવામાં આવશે. યુપીએસસી સીડીએસ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં, ઉમેદવારોની મેડિકલ ટેસ્ટની ગણતરી હજી થઈ નથી. ઉમેદવારોની જન્મ તારીખ અને લાયકાતોના દસ્તાવેજોની ચકાસણી આર્મી હેડ ક્વાર્ટર્સ દ્વારા કરવામાં આવશે.

 

પરિણામ જોવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ -

વેબસાઇટના હોમ પેજ પર What's New પર જાઓ.

તેમાં, અંતિમ પરિણામ: Combined Defence Services Examination (I), 2020 (OTA) ની લિંક પર ક્લિક કરો.

હવે Final Result પર જાઓ.

અહીં Documentsની લિંક પર ક્લિક કરો.

ક્લિક કરવાથી પીડીએફ ફાઇલ ખુલી જશે.

આ પીડીએફમાં તમારા રોલ નંબરની સહાયથી, પરિણામ જોઈ શકાય છે.

(12:04 am IST)