Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોનાના ભુક્કા બોલાવશે : એન્ટિબોડી કોકટેલની હવે ભારતમાં એન્ટ્રી : પ્રતિ ડોઝ કિંમત, 59,750

ડોનાલ્ડ ટ્રમ્પને Roche એન્ટિબોડી કોકટેલ અપાયું હતું :અનેક રાષ્ટ્રોએ એન્ટિબોડી કોકટેલના ઇમરજન્સી ઉપયોગને આપી છે મંજૂરી

 

નવી દિલ્હી : ફાર્માસ્યુટિકલ કંપની Roche Indiaએ કોવિડ -19 સામે ભારતમાં તેની પ્રથમ એન્ટિબોડી કોકટેલની બેચ શરૂ કરવાની જાહેરાત કરી છે

એન્ટિબોડીઝ કોકટેલ Casirivimab અને Imdevimab ની પ્રતિ ડોઝ કિંમત, 59,750 છે. જ્યારે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડ -19 પોઝિટિવ આવ્યા હતા, ત્યારે તેમને Roche એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું.

  કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, '1200 મિલિગ્રામની દરેક માત્રામાં Casirivimab અને Imdevimabનો 600 મિલિગ્રામ ડોઝ હોય છે. દરેક ડોઝની કિંમત, 59,750 છે. મલ્ટિડોઝ પેકની મહત્તમ છૂટક કિંમત 1,19,500 'છે. દરેક પેકમાંથી બે દર્દીઓની સારવાર કરી શકાય છે. આ દવા ભારતમાં સિપ્લા દ્વારા વેચવામાં આવશે અને તેની બીજી બેચ જૂનના મધ્યમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

Cipla અને Roche દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એન્ટીબોડી કોકટેલની પહેલી બેચ (Casirivimab and Imdevimab) હવે ભારતમાં ઉપલબ્ધ છે અને બીજો બેચ જૂન મહિનાના મધ્યભાગમાં ઉપલબ્ધ થશે. આ દવાના આગમનથી 2 લાખ દર્દીઓને લાભ મળશે. આ દવા દેશની ટોચની હોસ્પિટલ અને કોવિડ ટ્રીટમેન્ટ સેન્ટરમાં ઉપલબ્ધ થશે.

  સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તાજેતરમાં ભારતમાં એન્ટિબોડી કોકટેલના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેને યુ.એસ. અને ઘણા યુરોપિયન દેશોમાં પણ આ મંજૂરી મળી ગઈ છે. Roche Pharma Indiaના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) વી. સિમ્પ્સન ઇમેન્યુએલે જણાવ્યું હતું કે, 'કોરોના રોગચાળા સામે બીજી લહેરને ઘટાડવા અને જીવન બચાવવાનાં પ્રયત્નોને સમર્થન આપવા માટે Roche કટિબદ્ધ છે. અમને આશા છે કે એન્ટિબોડી કોકટેલ ભારતમાં કોરોનાને લીધે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ઘટાડો કરશે. આ આરોગ્ય સંભાળ સિસ્ટમ પરના દબાણને ઘટાડશે અને ગંભીર જોખમમાં દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

(12:19 am IST)