Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સીબીઆઈના નવા સુપ્રીમોનું આજે નામ જાહેર થઈ જશે

મહારાષ્ટ્રના પૂર્વ ડીજી જયસ્વાલ નું નામ સૌથી મોખરે દોડી રહ્યું છે

નવી દિલ્હી: મળતી વિગતો મુજબ દેશની સર્વોચ્ચ જાસૂસી સીબીઆઈના નવા ડાયરેક્ટરનું નામ આજે જાહેર થઈ જશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. મળતા નિર્દેશો મુજબ મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ ઓફિસર નવા સીબીઆઈ ડાયરેક્ટર બને તેવી પૂરી શક્યતા છે. અન્ય બે ઓફિસરોના નામ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ નકારી કાઢ્યા હોવાનું પણ એક અહેવાલમાં જાણવા મળ્યાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે.

દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ વડા ડી.જે  જયસ્વાલનું નામ સૌથી મોખરે હોવાનું પણ ન્યૂઝફર્સ્ટ નોંધે છે.

(10:12 am IST)