Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પ્રીપેડ અથવા પોસ્ટપેડ એક ઓટીપી થી કન્વર્ટ કરી શકાશે

તમારે તમારૂ સિમકાર્ડ પણ બદલવાની જરૂર નથી અને કેવાયસી આપવાની પણ જરૂર નથી

નવી દિલ્હી,તા. ૨૫: ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલ ફોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. જો તમે પ્રીપેડ કનેકશન્સના ગ્રાહક છો અને પોસ્ટપેડમાં કન્વર્ટ કરવા ઇચ્છો છો  તો ફકત એક ટાઇમ પાસવર્ડ (ઓટીપી) દ્વારા સરળતાથી થઈ શકે છે. આ માટે તમારે તમારૂ સિમકાર્ડ પણ બદલવાની જરૂર નથી.અને કેવાયસી આપવાની  પણ જરૂર નથી.

સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ વિભાગની મંજૂરી માંગી હતી. માં નોંધનીય છે કે એસોસિએશને ગત ૯ એપ્રિલ ૨૦૨૦ માં ટેલિકોમ વિભાગને  પત્રવ્યવહાર દ્વારા ટેલિકોમ વિભાગને પ્રિપેઇડને પોસ્ટપેડ અને પોસ્ટપેડને પ્રિપેઇડમાં પરિવર્તિત કરવાની પરવાનગી માંગી હતી. આ સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયા કેવાયસીને બદલે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આધારિત ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ થવી જોઈએ.આ સંદર્ભમાં, ટેલિકોમ વિભાગના એડીજી સુરેશ કુમારે ૨૧ મેના રોજ જણાવ્યું હતું કે, પ્રિપેડ અને પોસ્ટપેડને પ્રિપેઇડમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા કંપનીઓએ નક્કી કરેલા નિયમો અનુસાર લાગુ કરી શકાય છે.  આ સંદર્ભે અંતિમ નિર્ણય લઈ શકાય છે.

સૂચિત પ્રક્રિયા હેઠળ ગ્રાહક પોતોનો મોબાઇલ કનેકશન પ્રીપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડ માં પરિવર્તિત કરવા ઇચ્છે છે તો તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ગ્રાહકે પોતાની સેવા બદલાવવા માટે એક એસએમએસ , આવીઆરએસ, વેબસાઇટ અને અપેલિકેશનના માધ્યમછઈ નેટવર્ક પ્રદાન માટે કંપનીને રિકવેસ્ટ મોકલી શકે છેં.ગ્રાહક દ્વારા રિકવેસ્ટ મોકલ્યા બાદ તેના મોબાઇલ પર એક મેસેજ આવશે.આ મેસેજ માં એક યુનિક ટ્રાંજેકશન આઇડી અને વન ટાઇમ પાસવર્ડ આપવામાં આવશે.અને મહત્વની બાબત એ છે કે આ ઓટીપી ૧૦ મીનીટ સુધી જ માન્ય રાખવામાં આવશે ત્યાર બાદ તે એકસપાયર થઇ જશે. ગ્રાહક ઓટીપીનો પ્રયોગ કરીને કંપની દ્વારા નિર્દેશિત પ્રક્રીયા અનુસાર સીમકાર્ડને પ્રીપેડમાં અને પ્રીપેડમાંથી પોસ્ટપેડમાં કન્વર્ટ કરી શકશે.

(10:24 am IST)