Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સરકારે ૧૫ જુન સુધી લંબાવી ગોલ્‍ડ જવેલરીની હોલમાર્કિગની ડેડલાઇન

કોરોનાકાળને કારણે મુદત વધારો

નવી દિલ્‍હી, તા.૨૫: કેન્‍દ્ર સરકારે સોનાના દ્યરેણા પર હોલમાર્કિંગ અનિવાર્ય કરવાનો સમય ૧ જૂન ૨૦૨૧ નક્કી કર્યો હતો પરંતુ કોરોના વાયરસના કારણે તેને ૧૫ જૂન સુધી વધારવામાં આવ્‍યો છે. માનવામાં આવી રહ્યું છે કે નકલી સોનાના વેચાણ પર રોક લાગશે.

કેન્‍દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે આવનારા મહિનાના પહેલા દિવસે એટલે કે ૧ જૂનથી દેશમાં બીઆઈએસના હોલમાર્કિંગના આભૂષણ જ બનશે. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને જોતા સરકારે હોલમાર્કિંગની અનિવાર્યતાને લાગૂ કરવાની ડેડલાઈનને ૧૫ દિવસ વધારી છે. એટલે કે ૧૫ જૂનથી આ નિયમ લાગૂ થશે. એટલે કે સોનાના દ્યરેણાની ખરીદીમાં દગાખોરીની શક્‍યતા રહેશે નહીં.

વ્‍યાપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ અને જવેલરી ઈન્‍ડસ્‍ટ્રીથી જોડાયેલા લોકોને સરકાર પાસેથી હોલમાર્કિંગની તારીખ ૧ જૂનથી વધારવાની માંગ કરી હતી. હાલની સરકારે આ માંગ માની છે. અને સાથે નવી વ્‍યવસ્‍થાની તૈયારી કરવાનો પૂરતો સમય પણ મળ્‍યો છે. સાથે સરકારે ૧૫ જૂનથી જવેલરી વેચવાની નવી વ્‍યવસ્‍થા લાગૂ કરવાને માટે સમિતિ બનાવી છે. તે હોલમાર્કિંગ સાથે જોડાયેલા મુદ્દાનું સમાધાન કરશે. રેલ અને વાણિજય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે દેશમાં ગ્રાહકોને કોઈ રાહ જોયા વિના હોલમાર્ક પ્રમાણિત જવેલરીનું વેચાણ થવું જોઈએ.

દેશમાં હોલમાર્કિંગ લાગૂ કરવાની તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આ નિયમ જાન્‍યુઆરી ૨૦૨૧માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને ૧ જૂન સુધી વધારાયો અને હવે તેને ૧૫ જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્‍ત ૨૨ કરેટ, ૧૮ કેરેટ, ૧૪ કેરેટની જવેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જવેલરી બનવાની તારીખ, જવેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્‍ટમને ઈન્‍ટરનેશનલ માનદંડો સાથે જોડવામાં આવ્‍યું છે.

 હોલમાર્કિંગ લાગૂ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્‍ટર પર જઈને તમારા જૂના દ્યરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્‍ય વધારે રહેશે. નિયમ લાગૂ થયા બાદ હોલમાર્કિંગ વિનાના ઘરેણા વેચવામાં મુશ્‍કેલી આવી રહી છે. તેની કિંમત ઓછી મળી શકે છે. જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે  તો ૧ લાખથી લઈને જવેલરીના ભાવના ૫ ગણા સુધીનો દંડ કરવામાં આવશે. જવેલર્સને દગાખોરીની સાથે ૧ વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તપાસ માટે સરકારે BIS-Care નામથી એપ લોન્‍ચ કર્યું છે. તેનાથી એપ પર જ શુદ્ધતાની તપાસ અને ફરિયાદ કરી શકાશે.

(10:58 am IST)