Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોનાથી મૃત વ્‍યકિતના શબથી નથી ફેલાતુ સંક્રમણ

એમ્‍સના નિષ્‍ણાંતોએ ૧૦૦ શબ પર કર્યો અભ્‍યાસ

નવી દિલ્‍હી,તા. ૨૫: કોરોનાથી કોઇ વ્‍યકિતનું મોત થયા પછી વાયરસ નિષ્‍ક્રીય થઇ જાય છે. સાથે જ તેના દ્વારા બીજાના સંક્રમિત થવાનું જોખમ પણ ખતમ થઇ જાય છે.

પણ સાવચેતી માટે સંક્રમિત શબના અંતિમ સંસ્‍કાર પ્રોટોકોલ સાથે જ કરવા જરૂરી છે. નવી દિલ્‍હી ખાતેની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્‍થાન (એઇમ્‍સ)ના ફોરેન્‍સીક નિષ્‍ણાંતોએ એક અભ્‍યાસમાં ભાળ મેળવી છે કે જો કોઇ કોરોના દર્દીનું મોત થઇ ગયું હોય તો ૨૪ કલાક પછી તેના નાક અને મોઢામાં સંક્રમણ નથી મળતું. અભ્‍યાસ દરમ્‍યાન એમ્‍સના ડોકટરોએ ૧૦૦ શબોનું પરીક્ષણ કર્યું હતું. આ બધાના મોત કોરોના સંક્રમણના કારણે થયા હતા. મોત પછી જ્‍યારે તેમની તપાસ કરાઇ તો તેઓ કોરોના નેગેટીવ જોવા મળ્‍યા હતા. એઇમ્‍સના ફોરેન્‍સીક ડીપાર્ટમેન્‍ટ વડા ડો. સુધીરકુમાર ગુપ્‍તાએ જણાવ્‍યું કે શબ દ્વારા સંક્રમણ ફેલાવા અંગેની ચર્ચાઓ પર તથ્‍ય એકઠા કરવા માટે એક પાયલોટ અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. જે દરમ્‍યાન જોવા મળ્‍યુ કે જે લોકોના મોત કોરોનાના કારણે થયા છે. તેમના મોતના ઠીક એક દિવસ પછી તેમના ગળા અને નાકમાંથી સ્‍વેબ લઇને તપાસ કરાઇ તો ખબર પડી કે શબમાં વાયરસ નથી. જોકે મોતના થોડા કલાક પછી શબમાંથી નીકળનારા આંતરિક તરલ પદાર્થ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે.

(11:22 am IST)