Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પીએમ કેયર્સ ફંડમાં અઢી લાખનું દાન આપનારની માતાનું બેડ ન મળવાથી મોત

દાન આપનારે પુછયું-આવું ન થાય તે માટે હવે પછી કેટલું દાન આપવું પડશે?

નવી દિલ્‍હી તા. રપઃ કોરોના સંકટના કાળમાં દેશભરમાં બેડ, ઓકસીજન અને દવાની અછતથી દર્દીના મોત થઇ રહ્યા છે. દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે પીએમ કેયર્સ ફંડમાં લોકો દાન કરી રહ્યા છે ગુજરાતના વિજય પારીખ નામના વ્‍યકિતએ પીએમ કેયર્સમાં ર લાખ પ૧ હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્‍યું હતું. પરંતુ તેની માતાને બેડ નહીં મળવાના કારણે કોરોના સંક્રમણથી તેમનું મોત નીપજયું હતું. તેઓએ ટ્‍વીટ કરીને વડાપ્રધાનને સવાલ કર્યો છે કે હવુે કેટલું દાન આપવું પડશે કે આવું ન બને?

પીએમ કેયર્સ ફંડમાં કરેલા ડોનેશનને સ્‍ક્રીનશોટ લગાવીને પારીખે ટ્‍વીટે કર્યું છે કે ર લાખ પ૧ હજાર રૂપિયાનું ડોનેશન આપ્‍યા બાદ પણ હું મારી માતાને હોસ્‍પિટલમાં બેડ મળ્‍યો નહિં મહેરબાની કરીને મને કોરોનાની ત્રીજી લહેરમાં બેડ રિઝર્વ કરાવા માટે કેટલું વધુ ડોનેટ કરવું પડશે જેથી હું મારા પરિવારના બીજા સભ્‍યોને ગુમાવું નહિં. વિજય પારિખ દ્વારા ટ્‍વીટ કર્યા બાદ તેમની ટ્‍વિટ સોશ્‍યલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

પત્રકાર રવીશકુમારે ફેસબુક પર લખ્‍યું કે આ હિબકાને કોણ સાંભળી રહ્યું છે? નવા વિવાદોને તે મોડ પર પહોંચાડી દીધા છે. જયાંથી તેને તાત્‍કાલીક કેન્‍દ્રમાં લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિજય પારિખ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સમપેક રહ્યાં છે. અને તેઓએ ર૦૧૦ બાદથી તેના સમર્થનમાં ટ્‍વિટ કર્યું છે.

ટ્‍વિટર યુઝર તેના ટ્‍વિટનો હવાલો આપીને બીજેપીને ઘેરી રહ્યા છે. પારિખે પીએમઓ રાજનાથસિંહ, આરએસએસ અને સ્‍મૃતિ ઇરાનીને ટેગ કર્યું છે.

 

(11:24 am IST)