Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોવિદ -19 રાહતનું વિતરણ કરતી વખતે સત્તાધારી પાર્ટીના પ્રતીકનો ઉપયોગ ન કરવો જોઇએ : તામિલનાડુમાં સરકારના ખર્ચે વિતરણ થઇ રહેલી રોકડ રકમ સમયે સત્તાધારી પાર્ટી ડી.એમ.કે.નું પ્રતીક ઉગતો સૂરજ દર્શાવતા મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે પ્રતીક દૂર કરવા સૂચના આપી

તામિલનાડુ : કોવિદ -19 રાહતનું વિતરણ કરતી વખતે સત્તાધારી  પાર્ટી ડી.એમ.કે.નું પ્રતીક દર્શાવવા સામે દેવરાજ નામક વ્યક્તિએ મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં જણાવ્યા મુજબ રાહત માટેની રોકડ રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. જે પ્રજાના પૈસા છે.તેથી આ રકમના વિતરણ વખતે સત્તાધારી પાર્ટીનું પ્રતીક દર્શાવવું ન જોઈએ. કારણકે આ રકમ કોઈ રાજકીય પાર્ટીની નહીં પણ સરકારની છે.

નામદાર કોર્ટે અરજદારની વિનંતીને ધ્યાને લઇ તામિલનાડુ સરકારને પાર્ટીનું પ્રતીક દૂર કરવાની સૂચના આપી હતી. જોકે મુખ્યમંત્રી સ્ટાલિનનો ફોટો યથાવત રાખવા મંજૂરી આપી હતી.કારણકે તે સરકારનું સંચાલન કરે છે.

સાથોસાથ બીજી અરજ એ પણ કરાઈ હતી કે રાહત વિતરણ વખતે કોવિદ -19 પ્રોટોકોલનું પાલન થતું નથી. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કોવિદ -19 ના નિયમોનું  તમામ જગ્યાએ ચુસ્તપણે પાલન થવું જોઈએ. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)