Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બંગાળ માં 'યાસ' વાવાઝોડાની અસર શરૂ : ભારે વરસાદ વચ્ચે 10 લાખ લોકોને અન્યત્ર ખસેડવાની કામગીરી ચાલુ

પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવઝોડુ ત્રાટકવાની સંભાવના

કોલકતા : 'યાસ' વાવાઝોડા નો પ્રભાવ શરૂ થયો છે અને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા ઉપર યાસ વાવાઝોડું ત્રાટકવાની પુરી શક્યતાઓ વચ્ચે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વાવાઝોડા ની અસર હેઠળ આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને હાલમાં આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જાહર કરી 10 લાખ જેટલા લોકો નું સ્થળાંતર ચાલુ કરી દેવામાં આવ્યું છે.

'યાસ' વાવાઝોડા ની અસરને કારણે આજે બંગાળમાં મેદિનીપુર, 24 પરગના અને હુગલીમાં પણ વરસાદ ચાલુ થઈ જતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ પૂર્વ મેદિનીપુર અને દિધાના કેટલાક વિસ્તારો માંથી લોકો ને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. યાસ વાવાઝોડું બુધવારે પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકવાની સંભાવના છે. આ અસરને કારણે 2 મીટરથી 4.5 મીટર સુધી મોજાં ઊછળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાકાંઠે ત્રાટકતાં પહેલાં યાસ ખૂબ જોખમી હોઈ શકે છે. દરિયાકાંઠાથી પસાર થયા પછી બુધવારે બપોર સુધીમાં એની અસરમાં વધુ વધારો થવાની સંભાવના છે.
યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાહત ટીમો તહેનાત કરવામાં આવી છે. એરફોર્સ અને નેવી પણ તેમનાં કેટલાંક હેલિકોપ્ટર અને બોટને રાહતકાર્ય માટે રાખવામાં આવી છે. વાવાઝોડા મુદ્દે ઓડિશાના બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર જિલ્લાઓને હાઇ રિસ્ક જાહેર કરવામાં આવ્યા છે.
બંગાળમાં 10 લાખ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

(1:23 pm IST)