Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મુંબઇમાં કેન્સરના દર્દીઓના સગા માટે ફલેટ અર્પણ

 મુંબઇ સ્થિત તાતા કેન્સર હોસ્પિટલમાં દેશભરમાંથી કેન્સરની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. ત્યારે તેમની સાથેના સગાઓને રહેવા માટે અગવડ પડધી હોય મહારાષ્ટ્ર હાઉસીંગ બોર્ડ મંત્રી જીતેન્દ્ર આહ્યડના પ્રયત્નોથી એનસીપી ચીફ શરદ પવારે સરકાર દ્વારા નિર્મત મ્હાડાના ૧૦૦ ફલેટની ચાવી હોસ્પિટલના ચીફ ડો. રાજેન્દ્ર બડવેને અર્પણ કરી હતી. હોસ્પિટલ નજીક કાસમ ચાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ, લાલબાગ વિસ્તારના ૩૦૦ સ્કવેર ફુટના આ ૧૦૦ ફલેટ ૩૦ વર્ષ માટે વર્ષના ૧ રૂપિયાના ટોકન ભાડાથી તાતા મેમોરીયલને સુપ્રત કરાયા હતા.

(4:14 pm IST)