Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટ દ્વારા પાક આર્મી પર મોટો હુમલો: સેનાના 11 સૈનિકોના મોત થયાની આશંકા

અવારાન જિલ્લાના પિંરાજર વિસ્તારમાં રોકેટ તેમજ અન્ય ઘાતક હથિયારો વડે હુમલો :IED હુમલામાં પાક,સેનાના વાહનો પણ ખાખ

નવી દિલ્હી : બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટે પાકિસ્તાનની સેનાના કાંફલા પર મોટો હુમલો કર્યો છે. આ હુમલો રોકેટ તેમજ અન્ય ઘાતક હથિયારો વડે કરવામાં આવ્યો છે. અવારાન જિલ્લાના પિંરાજર વિસ્તારમાં આ ઘટના બની છે જે બલૂચિસ્તાનમાં આવેલું છે.  આ હુમલાને લઈને એવી આશંકા સેવાઈ રહી છે. કે મોટા પાક સૈનિકોના મોત થયા છે.

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે IED દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે. તેમા પાકિસ્તાની સેનાના વાહન પણ ખાખ થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે સેનાના વાહન પર ઝંડો લાગેલો હતો. જેમા આતંકીઓના મોત થયા છે. સાથે જ પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે

હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટે સ્વીકારી લીધી છે. જેમા તેમના પ્રવક્તાએ જણાવ્યું કે તેમના દ્વારા જે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. તેમા પાકિસ્તાનના 11 સૈનિકોના મોત પણ થયા છે. 

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનની સેના પર એટલા માટે હુમલો કરવામાં આવ્યો કારણકે તેઓ ત્યા કોઈ ઓપરેશન કરવા આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાન કે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. મહત્વનું છે કે અગાઉ પણ બલૂચિસ્તાનના લોકોને હેરાન કરાવાના પાકિસ્તાન આર્મી પર આરોપો લાગી ચૂક્યા છે. 

(7:56 pm IST)