Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૬૭મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ : કંગના- મનોજ વાજપેઇને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ

ધનુષને પણ શ્રેષ્ઠ અભિનય માટે પુરસ્કાર

નવી દિલ્હી તા. ૨૫ : ૬૭માં રાષ્ટ્રીય એવોર્ડ સમારોહનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુના હસ્તે  દાદા સાહેબ ફાળકે એવોર્ડ અભિનેતા રાજનીકાંતને આપવામાં આવ્યો. રજનીકાંતના મંચ પર પહોંચતાની સાથે જ દરેકે ઉભા થઇને તાળીઓ વગાડી. ભારતીય સિનેમામાં ૪૫ વર્ષના યોગદાનને જોઇને તેને આ સમ્માન આપવામાં આવ્યું છે. બીજી બાજુ કંગના રણૌત, મનોજ બાજપેયી અને ધનુષને તેના માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે.

કંગના રણૌતને તેની બે ફિલ્મ 'મણિકર્ણિકા' અને 'પંગા' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો. મનોજ વાજપેયીને ફિલ્મ ભોંસલે અને ધનુષને અસુરન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો.

સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને હિંદી સિનેમા કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે પસંદગી પામી છે.

સિંહ રાજપૂતની 'છિછોરે' હિન્દી સિનેમા કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ 'મારક્કર : લાઇન ઓફ ધ અરબી સી' ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. મોહનલાલે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત માર્ચ ૨૦૨૧ માં કરવામાં આવી હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મુલતવી રાખવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૯માં બનેલી ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

(3:30 pm IST)