Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

છેલ્લા સપ્તાહમાં બેન્કોની રજાથી વ્યવહાર ખોરવાશે

વર્ષ પુરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી : ક્રિસમસ અને વિકેન્ડના લીધે અનેક દિવસ બેન્કો બંધ રહેશે

મુંબઈ, તા.૨૪ : વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર બસ પૂરો થવાની તૈયારીમાં જ છે. ૮ દિવસ બાકી છે પછી નવું વર્ષ શરૂ થઈ જશે. આ બધા વચ્ચે બેંક સંલગ્ન અનેક એવા કામ છે જે તમારા માટે આ મહિનાના અંતમાં પૂરા કરવા જરૂરી છે.

જો તમે આ મહિનામાં બેંક સંલગ્ન કામ કરવાના છોતો ફટાફટ પતાવી લો. આરબીઆઈ તરફથી બહાર પડેલા રજાઓના લિસ્ટ મુજબ આજથી ડિસેમ્બરમાં બેંકમાં ૬ રજાઓ છે. જો કે તેમાં અનેક સ્થાનિક રજાઓ પણ સામેલ છે. તો પછી ફટાફટ આ લિસ્ટ જરૂરથી ચેક કરી લો.

ડિસેમ્બરમાં આમ તો ૧૬ રજાઓ છે જેમાં ૪ રજા રવિવારની સામેલ છે. અનેક રજાઓ સતત પડી છે. આ મહિનામાં ક્રિસમસનો તહેવાર પણ આવે છે. જેની રજા લગબગ સમગ્ર દેશની બેંકોમાં રહે છે. જો કે તમને જણાવીએ કે દરેક જગ્યાએ બેંક ૧૬ દિવસ બંધ નથી રહેવાની કારણ કે કેટલીક રજાઓ સ્થાનિક હોવાના કારણે, તથા સ્થાન વિશેષ પર જ બેંકોમાં રજા રહેશે.

આરબીઆઈની યાદી મુજબ રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા સનિવારે બેંક બંધ હોય છે. અહીં આરબીઆઈની ડિસેમ્બર મહિનાની યાદી સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કયા દિવસે કયા રાજ્યમાં બેંક બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. જેના આધારે તમે તમારા બેંક સંલગ્ન કામકાજ ફટાફટ પતાવી લો. જેથી કરીને કોઈ મુશ્કેલી ન આવે.

ડિસેમ્બર ૨૦૨૧માં બેંકોમાં રજાઃ ૨૫ ડિસેમ્બર- (ક્રિસમસ (બેંગ્લુરુ અને ભુવનેશ્વરને બાદ કરતા બધે બેંક બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર), ૨૬ ડિસેમ્બર- રવિવાર (સાપ્તાહિક રજા), ૨૭ ડિસેમ્બર- ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંક  બંધ), ૩૦ ડિસેમ્બર- યુ કિયાંગ નોંગબાહ (શિલોંગમાં બેંક બંધ), ૩૧ ડિસેમ્બર- ન્યૂયર ઈવનિંગ (આઈઝોલમાં બેંક બંધ)

(12:00 am IST)