Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઓમિક્રોનથી વિશ્વમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા, ૧.૫૧ લાખ કેસ

વિશ્વના ૧૦૮ દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણમ પ્રસરી ગયું : બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નોર્વે, કેનેડા, જર્મની, સા. આફ્રિકામાં સૌથી વધારે ઓમિક્રોનના કેસ છે, ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી

નવી દિલ્હી, તા.૨૪ : દુનિયાના ૧૦૮ દેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યુ છે. એટલુ જ નહીં અત્યાર સુધી ૧.૫૧ લાખ કેસ સામે આવી ચૂક્યા છે. ૨૬ લોકોએ ઓમિક્રોનથી જીવ ગુમાવી ચૂક્યા છે. આ જાણકારી ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી આપી.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે દુનિયામાં ૧૦૮ દેશોમાં ૧ લાખ ૫૧ હજાર કરતા વધારે કેસ સામે આવ્યા છે. ૨૬ લોકોના મોત થયા છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નોર્વે, કેનેડા, જર્મની, સાઉથ આફ્રિકામાં સૌથી વધારે ઓમિક્રોનના કેસ છે.

રાજેશ ભૂષણે કહ્યુ, ડબલ્યુએચઓએ ત્રણ કારણો ગણાવ્યા, જે રીતે ઓમિક્રોનને ખતરનાક માનવામાં આવી રહ્યુ છે. પહેલુ કારણ ગ્લોબલ કેસની સંખ્યા વધારે છે. બીજુ એવુ લાગે છે કે ઈમ્યુન એસ્કેપનુ પોટેન્શિયલ વધારે છે અને આ સંક્રમક પણ વધારે છે.

મંત્રાલય અનુસાર ૭ ડિસેમ્બર ૨૦૨૧એ ડબલ્યુએચઓએ કહ્યુ, ડેલ્ટાની રફ્તારથી ઓમિક્રોનની રફ્તાર વધારે છે. આ ચિંતાની વાત છે. તેથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. કોરોના ગાઈડલાઈનને કડકાઈથી અપનાવી જોઈએ. યુકેની સ્ટડી અનુસાર ઓમિક્રોન ઘરની અંદર અને સંપર્કમાં આવવાથી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાની પાછલો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આમાં પણ ઉપયોગી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દુનિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ૨૩ ડિસેમ્બરે દુનિયાભરમાં ૯.૫૪ લાખ કેસ આવ્યા, એવામાં આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ.

(12:00 am IST)