Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જેસલમેર નજીક સરહદે મોટી દૂર્ઘટના:વાયુસેનાનું MIG21 ફાઈટર વિમાન ક્રેશ

એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા : સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

રાજસ્થાનના જેસલમેર નજીક મોટી દૂર્ઘટના ઘટી છે  વાયુસેનાનું MIG21 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું  છે એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે 

મળતી જાણકારી પ્રમાણે, સુદાશિરી ગામની ઘટના છે, પાયલોટને લઈને કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક અસરથી સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસનો વિષય એ છે કે, મિગ 21 કયા કારણોસર ક્રેશ થયું, ખરાબ હવામાન મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો કોઈ ટેકનીકલ ખરાબી હશે કે શું તે અંગે પણ એરફોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

રાજસ્થાનના શ્રીગંગાનગરના સૂરતગઢ એરબેઝ પર મિગ-21 બાઇસન ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, દુર્ઘટના મંગળવારે સાંજે બની હતી અને તેનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પહેલા પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં કોઇ જાનાહાની થઇ નથી. આ બનાવને પગલે ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.

(9:48 pm IST)