Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ચીનનું નવું ગતકડું :તિબેટીયન બાળકોને લશ્કરી તાલીમ માટે કેમ્પમાં મોકલાયા

બાળકોને ટ્રેનિંગ કેપ્સમાં સૈન્ય સંબંધિત તાલીમ આપવામાં આવશે

નવી દિલ્હી :ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે ચીનનું એક નવું પગલું સામે આવ્યું છે. ચીન-તિબેટીયન બાળકોને વિશેષ તાલીમ માટે કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. આ બાળકોને ટ્રેનિંગ કેપ્સમાં સૈન્ય સંબંધિત તાલીમ આપવામાં આવશે અને તેમને સેનાની મૂળભૂત લશ્કરી તાલીમ પણ આપવામાં આવશે. જો કે આ તાલીમ શિબિરોમાં મોકલવામાં આવેલા મોટાભાગના બાળકો હજુ પણ ઘણા નાના છે, એવા અહેવાલો છે કે 8 થી 9 વર્ષની વય જૂથના કેટલાક બાળકો છે.

આ બાબતથી વાકેફ લોકોએ ગુપ્તચર અહેવાલો અને ભારતીય સુરક્ષા એજન્સીઓના ઈન્ટરસેપ્ટ્સને ટાંકીને કહ્યું કે આની પાછળ પણ ચીનની ષડયંત્ર છે. લોકોએ કહ્યું કે ચીન આ તિબેટીયન બાળકોને તાલીમમાં સામેલ કરીને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને સ્થાનિક સ્તર વચ્ચે ચાલી રહેલા અવરોધને દૂર કરવા માંગે છે.

આ મહિનાની શરૂઆતમાં તિબેટ એક્શન ઇન્સ્ટિટ્યૂટે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે તિબેટમાં ચીની સત્તાવાળાઓએ બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવા અને તેમની ભાષા અને સંસ્કૃતિ શીખવવા માટે બોર્ડિંગ સ્કૂલનું નેટવર્ક સ્થાપ્યું છે. અહેવાલનો અંદાજ છે કે છ થી 18 વર્ષની વયના 900,000 બાળકો અને ચારથી પાંચ વર્ષની વચ્ચેના તમામ નાના તિબેટીયન બાળકો ત્યાંની શાળાઓમાં ભણે છે.

(12:00 am IST)