Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

આદેશનું પાલન ન થતા મદ્રાસ હાઇકોર્ટ ખફા:કહ્યું- આવા IAS અધિકારીઓને બહારનો દરવાજો બતાવવાની જરૂર

એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે સમય આવી ગયો છે કે એ સ્પષ્ટ કરી શકાય કે નાણાકીય સજા એ બીજો વિકલ્પ છે અને જેલની સજા એ પહેલો વિકલ્પ

આદેશનું પાલન ન થવાથી નારાજ મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે આવું કરનારા IAS અધિકારીઓને બહારનો દરવાજો બતાવવાની જરૂર છે. તેમની પાસેથી IAS પદ છીનવી લેવું જોઈએ. જસ્ટિસ એસ. વૈદ્યનાથન અને જસ્ટિસ આર. વિજયકુમારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સમય આવી ગયો છે કે એ સ્પષ્ટ કરી શકાય કે નાણાકીય સજા એ બીજો વિકલ્પ છે અને જેલની સજા એ પહેલો વિકલ્પ છે.

અગાઉ પણ એવું જોવામાં આવ્યું છે કે કેટલાક IAS અધિકારીઓ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એક્ટ, 1971ની કલમ 80-A હેઠળ આપવામાં આવેલા કોર્ટના આદેશોનું પાલન કરતા નથી. કોર્ટના આદેશોની અવગણના કરીને ફરજ બજાવતા IAS અધિકારીઓને દૂર કરવા જોઈએ. કોર્ટના આદેશનો અનાદર કરીને સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાનું કામ ઈમાનદારીથી નથી કરી રહ્યા. ત્યારબાદ હાઈકોર્ટે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન દ્વારા લોકડાઉન, સીલિંગ અને ડિમોલિશનની નોટિસો પર સ્ટે મૂકવાની માંગ કરતી બે અરજીઓને ફગાવી દીધી હતી.

 

(11:28 pm IST)