Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મુંબઈમાં કોરોનાના 683 નવા કેસ નોંધાયા: એક દર્દીનું મોત :267 દર્દીઓ સ્વસ્થ થયા: કુલ 3227 એક્ટીવ કેસ

મુંબઈના રહેવાસી હોય અને દુબઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે

 મુંબઈમાં આજે કોરોના વાયરસના 683 નવા કેસ નોંધાયા છે. એક વ્યક્તિએ કોરોનાથી  જીવ ગુમાવ્યો હતો. જ્યારે 267 દર્દીઓ સ્વસ્થ થયા છે,મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 7,69,433 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે,જેમાંથી 7,47,258 દર્દીઓ સ્વસ્થ થયા છે.  હાલમાં કુલ 3227 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 16,368 દર્દીઓના મોત થયા છે.

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,472 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 133,71,612 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા છે. હાલ શહેરમાં 14 બિલ્ડીંગ સીલ કરાઈ છે.

 BMCએ નવો આદેશ જાહેર કર્યો છે. આ મુજબ, દુબઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ મુંબઈના રહેવાસી છે તેઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સાથે RTPCR ટેસ્ટ પણ જરૂરી છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં રહેતા લોકોને જાહેર પરિવહનની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમના માટે અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 20 નવા કેસ આવવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1410 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 12 લોકોના મોત થયા છે. આ સાથે, 868 દર્દીઓ સાજા થઈને તેમના ઘરે ગયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 8426 એક્ટિવ કેસ છે. ઓમિક્રોનના 20 નવા કેસ સાથે, હવે રાજ્યમાં નવા વેરીઅન્ટના 108 કેસ આવ્યા છે. જેમાંથી 54 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે.

(12:22 am IST)