Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઇન્સ્ટાગ્રામ પર પરણિત પુરૂષ છોકરી સાથે થઇ મિત્રતાઃ હોટલના રૂમમાં મળવા પહોંચ્યોઃ નીકળી પત્ની

તમે એકસ્ટ્રા મેરિટલ અફેરના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશેઃ પરંતુ બહેરીનમાં કામ કરતો ૨૯ વર્ષીય યુવક અફેરના ચક્કરમાં પોતાની જ પત્નીની જાળમાં ફસાઇ ગયો

ચેન્નઈ,તા.૨૫: તમે એકસ્ટ્રા મેરિટલ અફેરના દ્યણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ બહેરીનમાં કામ કરતો ૨૯ વર્ષીય યુવક અફેરના ચક્કરમાં પોતાની જ પત્નીની જાળમાં ફસાઈ ગયો. આ વ્યકિતને અડયારની ઓલ વુમન પોલીસે ગુરૂવારે તિરૂવનમિયુરની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આ વ્યકિત તેના સોશિયલ મીડિયા મિત્રને મળવા હોટલના રૂમમાં ગયો હતો, પરંતુ રૂમમાં તેની પત્નીને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મહિલાએ પહેલાથી જ પોલીસને જાણ કરી દીધી હોવાથી તે રૂમમાંથી બહાર નીકળી શકયો ન હતો.

ચેન્નઈના નીલંકરાઈની ૨૫ વર્ષીય મહિલાએ એક વર્ષના પ્રેમાલાપ પછી ફેબ્રુઆરી ૨૦૨૧ માં અરુંબક્કમના એનઆરઆઇ સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે જયારે તે તેના પતિના ડેસ્કટોપ પર ભૂલથી સફરિંગ કરી રહી હતી ત્યારે તેના ફોન નંબર અને કેટલીક મહિલાઓની તસવીરો સાથે તેની નગ્ન તસવીરો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

મહિલાએ એ પણ શોધી કાઢ્યું હતું કે તેનો પતિ મહિલાઓને વેશ્યાવૃત્ત્િ। તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો હતો. તેના પતિનો પર્દાફાશ કરવા માટે તેણે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેની સાથે વાતચીત કરી અને તેને ફસાવી દીધો.

મહિલાના જણાવ્યા અનુસાર તેનો પતિ મહિલાઓને દેહ વેપાર  માટે લલચાવતો હતો. મહિલાએ પોલીસને જાણ કરી હતી કે તેના પતિએ ઘણા મેસેજ મોકલ્યા હતા અને જે મહિલાઓને વધુ પૈસા આપનાર ગ્રાહક આપવાના વાયદા સાથે દેહ વેપારમાં લિપ્ત થવા માટે રાજી કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ વ્યકિત પોર્નોગ્રાફિક વિડિયોનો આદી હતો, પરંતુ તે વેશ્યાવૃત્ત્િ।માં સામેલ હતો કે કેમ તેની તપાસ કરવી પડશે. અડયાર ઓલ વુમન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પુરુષનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. ૨૯ વર્ષીય યુવકને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

(10:03 am IST)