Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે મોંઘવારી માથાનો દુઃખાવો સાબિત થશેઃ મહિલાઓ છે નારાજ

અનાજ, કઠોળ, ગેસ બાદ હવે ફોન બિલ મોંઘુ થતા પ્રજા નારાજઃ મોંઘવારી ૧૨ વર્ષના શિખરે પહોંચી ગઈઃ મતદારો સવાલ કરી રહ્યા છેઃ ભાજપના સાંસદે ઉંઠાવ્યો મુદ્દો

નવી દિલ્હી તા. ૨૫: આવતા વર્ષે ૫ રાજયોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ચાર રાજયોમાં હાલના સમયમાં બીજેપીની સરકાર છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોંઘવારી બીજેપી માટે માથાનો દુખાવો બની છે. એટલું જ નહીં મોબાઈલ ફેનનો વધતો ખર્ચ બીજેપીની ટેંશન વધારી શકે છે.  
એક અહેવાલ મુજબ, યુપીથી આવતા બીજેપી સાંસદે વધતી મોંઘવારી અંગે કહ્યું કે લોકો ખાદ્ય પદાર્થો અને રસોઈ ગેસની વધતી કિંમતોની સાથે ટોપ અપ પણ મોંઘા થવાની ફ્રિયાદ કરી રહ્યા છે. સંસદે કહ્યું કે મતદાતા ફ્રિયાદ કરી રહ્યા છે કે તેનો મોબાઈલ ખર્ચ માસિક અંદાજે ૩૦૦ રૂપિયા થઈ ગયો છે જે પહેલા ૨૦૦ રૂપિયાથી પણ ઓછો હતો.  
સાંસદે મોબાઈલ ટોપ અપના મોંઘા થાવ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે ગરીબ પણ સ્માર્ટફેનનો ઉંપયોગ કરી રહ્યા છે. કારણકે સ્માર્ટ ફેન પણ તેના જીવનનો અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઈલ ટોપ અપનું મોંઘુ થવું બીજેપી માટે માથાનો દુઃખાવો  સાબિત થશે કારણકે બીજેપીનો વધુ પડતો ચૂંટણી પ્રચાર સોશ્યલ મીડિયા અથવા ડિજિટલ માધ્યમોના સહારે હોય છે.  
આ ઉંપરાંત એલપીજી ગેસના વધતા ભાવ અંગે પણ બીજેપી નેતાઓના  મહિલાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નોકરી નહીં મળવાના કારણે યુવા વર્ગ માટે મોંઘુ પેટ્રોલ પણ બોજ સાબિત થઇ રહ્યું છે.અનેક બીજેપી નેતા પણ એ મને છે કે સરસવ તેલ અને દળ જેવા ખાદ્ય પદાર્થોના વધતા ભાવ પણ લોકો માટે મુસીબત બની ગયું છે. વધતી મોંઘવારીના કારણે થતી સમસ્યાઓની ફ્રિયાદો પણ બીજેપી નેતાઓને જનતા દ્વારા મળી રહી છે.  
ઉંલ્લખેનીય છે કે ભારતમાં જથ્થાબંધ મોંઘવારી ૧૨ વર્ષના રેકોર્ડ સ્તરે છે. ઇંધણ અને વીજળીની કિંમતોમાં તેજીના કારણે જથ્થાબંધ મોંઘવારીમાં વધારો નોંધવામા આવ્યો છે. એક સર્વે મુજબ, અંદાજે ૬૦ ટકા શહેરોમાં મોંઘવારી ચરમસીમાએ છે. લોકો જરુરુઇ સામનો અને રોજબરોજની વસ્તુના કામ આવતી વસ્તુઓના ભાવ પર થઇ રહેલી વધારાથી પરેશાન છે.

 

(10:31 am IST)