Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

અડધી રાતે પારકી સ્ત્રીના પલંગ પર બેસવું પણ મર્યાદાના ઉલ્લંઘન સમાન : હાઇકોર્ટનો ચુકાદો

મુંબઇ, તા.૨૫: આ સપ્તાહની શરૂઆતમાં ઔરંગાબાદ ખાતેની બોમ્બે હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ મહિલાના પલંગ પર બેસીને તેના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો તે તેની નમ્રતાનો અપમાન કરવા સમાન છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે હકીકતમાં કોઈ અજાણી વ્યકિત દ્વારા મહિલાના શરીરના કોઈપણ અંગને સ્પર્શ કરવો એ અપમાનજનક છે.

જસ્ટિસ મુકુંદ સેવલીકરની બેંચ જાલના જિલ્લાના રહેવાસી, ૩૬ વર્ષીય પરમેશ્વર ધાગે દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનની સુનાવણી કરી રહી હતી, જેણે ત્યાંની નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો, અને તેને તેના પાડોશીને શીલ ભંગ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. નીચલી અદાલતે તેને બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

ફરિયાદ પક્ષના કેસ મુજબ, જુલાઈ ૨૦૧૪ માં, ધાગે સાંજના સમયે પીડિતાના ઘરે ગયો અને તેણીને પૂછ્યું કે તેનો પતિ કયારે પાછો આવશે. તેણે તેને કહ્યું કે તેનો પતિ બીજા ગામ ગયો છે અને તે રાત્રે પાછો નહીં આવે. ત્યારબાદ, ધાગે ફરીથી રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં પીડિતાના ઘરે ગયો, જયારે તે સૂતી હતી. તેણે તેના ઘરના દરવાજા ખોલ્યા, જે અંદરથી બંધ ન હતા, અને તેના પલંગ પર બેસીને તેના પગને સ્પર્શ કર્યો.

તેમના બચાવમાં, ધાગેએ દલીલ કરી હતી કે તેણીની શીલ ભંગ કરવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. દલીલોની નોંધ લેતા જસ્ટિસ સેવાલીકરે કહ્યું હતું કે, ઙ્કઆના પરથી સ્પષ્ટ થાય છે કે ધાગેનું કૃત્ય કોઈપણ મહિલાની સંવેદનાને આદ્યાત પહોંચાડનારુ હતું.' તે પીડિતાના પલંગ તેના પગ પાસે બેઠો હતો અને તેણીના પગને સ્પર્શ કર્યો હતો. આ વર્તન જાતીય ઉદ્દેશ્યને નુકસાન પહોંચાડનારુ છે,' ન્યાયાધીશે કહ્યું, નહીંતર, રાત્રિના આવા વિષમ ઘડીએ પીડિતાના ઘરમાં જવાનું તેના માટે કોઈ કારણ ન હતું.

ન્યાયાધીશે વધુમાં નોંધ્યું હતું કે ધાગે રાત્રિના સમયે પીડિતાના ઘરે શું કરી રહ્યો હતો તે અંગેના સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. વધુમાં, સ્ત્રીના શરીરના કોઈપણ ભાગને તેણીની સંમતિ વિના સ્પર્શ કરવો તે પણ કોઈ અજાણી વ્યકિત દ્વારા રાત્રિના વિષમ કલાકમાં સ્ત્રીના શીલ ભંગ સમાન છે. તે કોઈ ઉન્નત હેતુ સાથે પીડિતાના દ્યરમાં પ્રવેશ્યો ન હતો. આ સ્પષ્ટપણે સૂચવે છે કે તે જાતીય ઉદ્દેશ્ય સાથે ત્યાં ગયો હતો અને મહિલાનું શીલ ભંગ કર્યું હતું. તેથી, નીચલી અદાલતે એવું માનવામાં કોઈ ભૂલ કરી નથી કે 'ધાગેએ પીડિતાની છેડતી કરી હતી,' તેમ બેન્ચે જણાવ્યું હતું.

(10:41 am IST)