Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

સ્કૂલની પરીક્ષામાં પૂછાયું કરીના અને સૈફના દીકરાનું નામઃ વાલીઓએ ઉઠાવ્યો વાંધો

મધ્યપ્રદેશની એક ખાનગી સ્કૂલનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છેઃ પ્રશ્નપત્રમાં કરીના કપૂર-સૈફ અલી ખાનના દીકરાનું નામ પૂછાતા થયો વિવાદઃ ટિચર્સ-પેરેન્ટ્સ અસોસિએશને સ્કૂલના સત્તાધીશો સામે પગલા લેવાની કરી વિનંતી

ભોપાલ, તા.૨૫: મધ્યપ્રદેશની એક ખાનગી સ્કૂલની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરાના નામ અંગેનો સવાલ પૂછાતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. ધોરણ ૬ની સામાન્ય જ્ઞાનના પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 'બોલિવુડ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરાનું આખુ નામ શું છે?

રિપોર્ટ્સ પ્રમાણે, જિલ્લા શિક્ષણ કચેરીએ આ અંગે સ્કૂલ પાસેથી જવાબ માગ્યો છે. આ સવાલ અન્ય ચારની સાથે પૂછવામાં આવ્યો હતો જેમાં- ભારતના પહેલા ચેસ ગ્રાન્ડ માસ્ટર, આઈએએફ પાઈલટનું નામ, જેમનું ફાઈટર પ્લેન પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું, ૨૦૧૯માં આઈપીએલ જીતનારી ટીમનું નામ તેમજ ઉત્તર કોરિયાના તાનાશાહના નામનો સમાવેશ થાય છે.

સામાન્ય જ્ઞાનના પેપરનો ફોટો થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો હતો. તેવુ પણ કહેવામાં આવી રહ્યું છું કે, ખંડવાના ટિચર્સ-પેરેન્ટ્સ અસોસિએશને જિલ્લા વહીવટીતંત્રને શાળાના સત્તાધીશો સામે પગલા લેવાની વિનંતી કરી છે.

રણબીર સાથે ડિનર કરવા ગઈ હતી આલિયા, માસ્ક નહીં પહેર્યું હોવાથી ટ્રોલ થઈ

કરીના કપૂર અને સૈફ અલી ખાનના મોટા દીકરા તૈમૂરની વાત કરીએ તો, તે હાલમાં જ પાંચ વર્ષનો થયો છે. કરીના કપૂર તે સમયે કોરોના સંક્રમિત હોવાના લીધે આઈસોલેશનમાં હોવાથી દીકરાનો બર્થ ડે સેલિબ્રેટ નહોતી કરી શકી. જો કે, તેણ તૈમૂરને વિશ કરતાં એકદમ કયૂટ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પા-પા પગલી ભરતો જોવા મળ્યો હતો. તૈમૂરને વિશ કરતાં તેણે લખ્યું હતું શ્નદ્બક્નજીફ્રત્ન પહેલું પગલું, તારું પહેલીવાર પડવું...મેં ખૂબ ગર્વ સાથે રેકોર્ડ કર્યું હતું. આ તારું પહેલુ અથવા છેલ્લી વખત પડવાનું નહોતું, પરંતુ મારા દીકરા હું એક વાત ચોક્કસપણે જાણું છું કે...તું હંમેશા તારી જાતને સંભાળીશ, લાંબા-લાંબા પગલા ભરીશ અને હંમેશા માથું ઊંચુ રાખીને આગળ વધીશ....કારણ તું મારો વાદ્ય છે. હેપ્પી બર્થ ડે માય હાર્ટબીટ...મારા ટિમ ટિમ....તારા જેવું કોઈ નથી મારા દીકરા #HappyBirthdayTimTim #MeraBeta #MyTiger’.

જણાવી દઈએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા અને ૨૦૧૬માં તૈમૂરનો જન્મ થયો હતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં કપલ બીજા સંતાનના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે જેહ પાડ્યું છે.

(10:41 am IST)