Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વાસના ભૂખી મહિલાએ કૂતરા સાથે ગુજાર્યો બળાત્કાર : ફોટા જોઇ કોર્ટે સંભળાવી ખૌફનાક સજા

મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને ઘટના સમયે તે કોકેઈનના નશામાં હતી

લંડન તા. ૨૫ : બ્રિટનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પોતાની વાસના પૂરી કરવા માટે એક પ્રાણી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને જણાવ્યું છે કે ઘટના સમયે તે કોકેઈનના નશામાં હતી. આ જઘન્ય કૃત્ય બદલ મહિલાને જેલની સજા ફટકારવામાં આવી છે.

ઘટના નોર્થવિચ શહેરની છે જયાં મહિલાએ ચાલાકીથી કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો અને આ કૃત્યનો ફોટો પણ કેમેરામાં કેદ કર્યો છે. કોર્ટમાં હાજરી દરમિયાન મહિલાનું કૃત્ય જઘન્ય અપરાધ ગણવામાં આવ્યું અને તેને આ જઘન્ય કૃત્ય માટે ૨૦ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

'મિરર'ના સમાચાર અનુસાર, મહિલાની ઉંમર ૬૦ વર્ષ જણાવવામાં આવી રહી છે અને તે પહેલા પણ બાળકો સાથે હરકતના ફોટા શેર કરવા બદલ સજા ભોગવી ચૂકી છે. વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૯માં પણ તેણે આવું જ કૃત્ય કર્યું હતું, જો કે તે સમયે તેને જેલની સજા થઈ શકી ન હતી.

મહિલાની આવી હરકતોને ધ્યાનમાં રાખીને તેને સેકસ અપરાધીની શ્રેણીમાં રાખવામાં આવી છે અને આ કારણોસર પોલીસે જુલાઈ ૨૦૧૯માં તેના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે મહિલાના ઘરેથી એક લેપટોપ કબજે કર્યું હતું જેમાં તેણીની ક્રૂરતાના પુરાવા હતા.

જપ્ત કરાયેલા લેપટોપની તપાસ કરવામાં લગભગ ૨ વર્ષનો સમય લાગ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગઇ છે. આ લેપટોપમાં એક હિડન ફોલ્ડર હતું જેમાંથી ૩૧ એવા ફોટા મળી આવ્યા હતા જે વાંધાજનક હતા. આ તસવીરોમાં મહિલા અલ્ચેશિયન બ્રીડના કૂતરા સાથે સેકસ એકટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવી.

(10:43 am IST)