Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઉત્તરાખંડ ભાજપને મોટો ઝટકો : કેબીનેટ પ્રધાન અને ધારાસભ્યએ રાજીનામુ આપતા મોટી હલચલ

કોંગ્રેસે કહ્યું કે ૨૦૧૭માં કોંગ્રેસ સરકાર તોડી પાડવાનું ભાજપે જે પાપ કરેલ તેનો બદલો ભાજપને મળી ગયો

ઉત્તરાખંડ ભાજપમાં ભડકો થયો છે : કેબીનેટ પ્રધાન હરકસિંહ રાવત અને ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉએ રાજીનામા આપી દીધાનું જાણવા મળે છે : હરકસિંહ રાવતે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પુષ્કરધામીની હાજરીમાં ચાલી રહેલી કેબીનેટ બેઠક દરમિયાન અચાનક ઉભા થઈને મેડીકલ કોલેજ માટે નાણા ફાળવવામાં આવતા ન હોવાનું જણાવી રાજીનામુ આપી રહ્યાનું જાહેર કર્યુ હતું અને કેબીનેટ બેઠક છોડી ચાલ્યા ગયેલ : આ પછી ગઈરાત્રે બેઠક અડધેથી સ્થગિત કરવામાં આવેલી અને ભાજપના મુખ્યમંત્રી પુષ્કર ધામી પત્રકારોને મળ્યા સિવાય સીધા ઘરે ચાલ્યા ગયા હતા : સરકારે પાછળથી જાહેર કરેલ કે મેડીકલ કોલેજ માટે કેબીનેટ બેઠકમાં ૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા : દરમિયાન વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના પ્રિતમસિંહે કહ્યુ છે કે ભાજપના હરતસિંહ રાવત કોંગ્રેસમાં આવી રહ્યાની અમને કોઈ જાણકારી નથી : તેમણે કહેલ કે ૨૦૧૭માં ભાજપે કોંગ્રેસ સરકારને સત્તા પરથી હટાવવાનું જે પાપ કર્યુ છે તેમનું ફળ તેમને મળી ગયુ છે.

(11:10 am IST)