Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વિશ્વભરમાં ડેલ્ટા કોરોના અને ઓમીક્રોન કોરોના વાયરસનો કાળો કેર સર્જાયો: દિવસે દિવસે કેસ વધતા જાય છે: હોંગકોંગ, ચીનથી લઈને અમેરિકા, ઇંગ્લેન્ડ, રશીયા સુધી સર્વત્ર હાહાકાર મચી ગયો

ભારતમાં ઓમીક્રોન કોરોના  કેસનો આંકડો સવા ચારસોએ  પહોંચવા આવ્યો: ૨૪ કલાકમાં નવા સાત હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, ૩૮૭ ના મોત, ૭ હજાર સાજા થયા: અમેરિકામાં આજે પણ બે લાખ નવા તકેસ: ઇંગ્લેન્ડમાં સવા લાખ નવા કેસ: ફ્રાન્સમાં લગભગ એક લાખ: સ્પેનમાં પોણો લાખ: ઇટલીમાં ૫૦ હજાર, ન્યૂયોર્ક એકલામાં ૪૪ હજાર અને જર્મનીમાં ૨૭ હજાર નવા કેસ નોંધાયા: યુએઈ-દુબઈમાં કેસો વધ્યા, ૧૩૫૨ નોંધાયા: ચીનમાં ૧૪૦ નવા કેસ: સિંગાપુર ૨૬૫ અને હોંગકોંગમાં પાંચ નવા કોરોના કેસ નોંધાયા

(11:53 am IST)