Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

આલેલે !!: બાળકો કરવા માટે ચીનમાં મળી રહી છે ખાસ લોન

બીજીંગઃતા.૨૫: સૌથી ઝડપથી ઓછી થતી આબાદીવાળું ચીનનું જિલિન પ્રાંત દંપત્તિને લગ્ન કરાવવા અને બાળકોનો જન્મ કરાવવા માટે સ્પેશિયલ લોન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં વડીલોની વધતી જતી આબાદીની સાથે જન્મ દર પણ ઘટી રહ્યાં છે. જેનો ઉકેલ લાવવા ચીન સરકારે કુટુંબ નિયોજનમાં થોડી છૂટ આપી છે.

વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પરની એક બ્લુપ્રિન્ટ મુજબ, જિલિન પ્રાંત વિવાહીત દંપત્તિને લગ્ન અને જન્મ ઉપભોકતા લોન માટે ૨,૦૦,૦૦૦ યુઆન એટલેકે ૩૧,૪૦૦ ડોલર એટલેકે ૨૩,૫૫,૯૪૨ રૂપિયા પ્રદાન કરવા માટે બેન્કોને સપોર્ટ કરશે.

જો કે, આ અંગે હજુ સંપૂર્ણ માહિતી સામે આવી નથી કે સરકાર આ કેવીરીતે તૈયારી કરાવશે. પરંતુ પ્રસ્તાવમાં લોન માટે વ્યાજ દરમાં કન્સેશન આપવામાં આવ્યું છે. જે દંપત્તિની પાસે કેટલા બાળકો છે તેની પર નિર્ભર કરશે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનમાં જન્મ દરની ગતિ ઝડપથી ધીમી થઈ છે. કારણકે મોટાભાગના લોકોની પાસે ઓછામાં ઓછા બાળકો છે. સરકાર તરફથી દંપત્તિના બાળકોની સંખ્યા પર સરળતા આપવા અને પરિવાર પાલન માટે તેને ઓછું ખર્ચાળ બનાવવા છતાં ઘણાં દંપત્તિ અને બાળકોને જન્મ આપવામાં રસ ધરાવતા નથી. અનુમાન છે કે પહેલેથી જ વસ્તી ઓછી થવા માડી છે.

જિલિન પ્રાંતની નીતિમાં એવુ પણ છે કે અન્ય પ્રાંતના દંપત્તિ અહીં રેસિડન્સ પરમિટ પ્રાપ્ત કરી શકે છે અને જાહેર સેવાઓનો લાભ લઇ શકે છે. જો દંપત્તિના બાળકો છે, તો અહીં તેમણે નોંધણી કરાવવી પડશે. જે દંપત્તિની પાસે બે અથવા ત્રણ બાળકો છે, તેમને પણ ટેકસમાં છૂટછાટ મળશે. જો તેઓ એક નાનો બિઝનેસ શરૂ કરી શકે છે.

(3:41 pm IST)