Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

1983ના વર્લ્‍ડકપ સમયે ટીમ ઇન્‍ડિયાને દેશ કે વિદેશમાં કોઇ મહત્‍વ મળતુ ન હતુઃ પી.આર. માનસિંહ મહેનત વગર ભારતનું વર્લ્‍ડકપ જીતવાનું સ્‍વપ્‍ન કદાચ પૂર્ણ ન થાત

સામાન પહોંચાડવા માટે એરપોર્ટના સ્‍ટાફને ખૂબ જ આજીજી કરી પરંતુ તે કામ ન આવી

નવી દિલ્હી: વર્ષ 1965-66ની વાત છે જ્યારે રણજી ટ્રોફીની સિઝન ચાલી રહી હતી. હૈદરાબાદની ટીમ પોતાની મેચો રમી રહી હતી, પરંતુ એક ખેલાડી હતો જેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો. તેથી તે પ્લેયરનું માત્ર દિવસભર બેન્ચ ઉપર બેસી રહેતો હતો અને વિચારતો હતો કે, એક સવાર તો એવી ઉઘશે કે કેપ્ટન બોલશે કે આજે તુ રમી રહ્યો છે. પરંતુ તે આટલું સરળ નહતું કેમ કે ટીમમાં રમનારા બીજા ખેલાડીમાં મંસૂર અલી ખાન પટોડી, અબ્બાસ અલી બેગ, હબીબ અહેમદ જેવા મોટા નામ સામેલ હતા.

તો એક દિવસ એક સીનિયર પ્લેયરે બેન્ચ પર બેસેલા આ ખેલાડીને કહ્યું, “મિયાં” ક્યાર સુધી બેન્ચ પર બેસેલા રહેશો. સલાહ આપવામાં આવી કે અહીં બેસવામાં સમય ખરાબ ના કરો અને મેદાન બહાર ચીજો સંભાળવામાં મદદ કરો.

સલાહે કરી દીધો જાદૂ

સલાહ આપનાર સીનિયર પ્લેયર ગુલામ અહેમદ હતા, જેમની તે સમયે શાનદાર ઓફ સ્પિનરોમાં ગણતરી થતી હતી. સુભાષ ગુપ્તે, વીનૂ માંકડ સાથે ગુલામ અહેમદની તિકડી ત્યારે દેશમાં બેસ્ટ સ્પિનર્સમાંથી એક હતી. જે ખેલાડીને સલાહ આપવામાં આવી હતી તેનું નામ હતું પીઆર માન સિંહ. પોતાના સીનિયર ખેલાડીની સલાહ માનીને ક્રિકેટ છોડીને એડમિનિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરનારા પીઆર માન સિંહ 1983 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના મોટા ભાઈ બની ગયા હતા, જેમની મહેનત વગર ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન કદાચ પૂર્ણ થઈ શક્યું ના હોત.

પીઆર માનસિંહને ટીમ ઈન્ડિયાને મોટા ભાઈ માનવામાં આવતા હતા. ટીમ ઈન્ડિયામાં ખેલાડીના રૂપમાં તો તેઓ એન્ટ્રી લઈ શક્યા નહીં પરંતુ તેમને ડિપ્ટી મેનેજરના રૂપમાં એન્ટ્રી જરૂર લઈ લીધી હતી. તે પણ પાકિસ્તાનના પ્રવાસ પર, કેમ કે વર્ષ 1978માં જ્યારે ભારતે નક્કી કર્યું કે ટીમ ઈન્ડિયા સિરીઝ રમવા માટે પાકિસ્તાન જશે ત્યારે બધી જ રીતે રાજકીય ક્રિકેટ સિરીઝ સમજવામાં આવતી હતી. નક્કી થયું કે વડોદરાના મહારાજાને ટીમના મેનેજર બનાવીને સાથે મોકલવામાં આવશે, પરંતુ તેમને આગળ શરત રાખી દીધી કે હું આવું ત્યારે જ કરીશ, જ્યારે પીઆર માનસિંહને મારા ડિપ્ટી મેનેજર બનાવવામાં આવે. આવી રીતે ડ્રેસિંહ રૂમમાં પીઆર માનસિંહ ઘૂસી ગયા.

આવી રીતે ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમવાનું સ્વપ્ન દેખનાર પીઆર માનસિંહની એન્ટ્રી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં એક અધિકારીના રૂપમાં કામ કરતાં-કરતાં મેનેજર બનીને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી થઈ ગઈ. હવે જો વર્ષ 1983ના વર્લ્ડકપની વાત કરીએ તો, ત્યારે એવો સમય ચાલી રહ્યો હતો જ્યારે ટીમ ઈન્ડિયાને કોઈ જ મહત્વ આપવામાં આવી રહ્યું નહતું, ના ઘર (દેશ)માં ના (વિદેશ) બહાર.

કેમ કે, 1983 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ કંઈ પણ એવું કારનામું કર્યું નહતુ કે કંઈ તેને મહત્વ આપવામાં આવે. આવી સ્થિતિમાં પીઆર માનસિંહને ટીમ સાથે વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી મળી. જ્યારે તે ટીમ ઈન્ડિયા સાથે મેનેજર તરીકે ઈંગ્લેન્ડ જવાનું નક્કી થયું ત્યારે માનસિંહના પિતાએ તેમની દુકાનમાંથી એક કબાટ ખાલી કરાવ્યું અને કામ કરનારાઓને કહ્યું કે મારો દીકરો ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે, કપ લઈને આવશે. ટીમ ઈન્ડિયા જેણે અત્યાર સુધી બે વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ જીતી હોય, તે ટીમના મેનેજરના પિતા ગર્વથી આ વાતની જાહેરાત કરી રહ્યા હતા. સરસ્વતી જીભ પર બેસે છે એ કહેવત અહીં સાવ સાચી થઈ ગઈ.

વર્લ્ડ કપનો સમય નજીક હતો, કપિલ દેવ સુનીલ ગાવસ્કરની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. યુવા કેપ્ટનની આગેવાનીમાં 14 ખેલાડીઓની ટીમને વર્લ્ડ કપ જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની સાથેનો પંદરમા વ્યક્તિ તરીકે માનસિંહ પોતે હતા. મોટાભાગના ખેલાડીઓ આને માત્ર રજાઓ ગણી રહ્યા હતા, કારણ કે દરેકને ખબર હતી કે અમે થોડી મેચોમાં જ બહાર થઈ જઈશું.

ઉધારનો લગેજ

ખેર, મુંબઈમાં બધા ખેલાડીઓ ભેગા થયા અને લંડન જવાની તૈયારી શરૂ થઈ ગઈ. ટીમની સાથે ત્યારે ચાર ખેલાડી હાજર નહતા. કપિલ દેવ, મદન લાલ, કિર્તિ આઝાદ અને મોહિંદર અમરનાથ, આ બધા પહેલાથી જ ઈંગ્લેન્ડમાં હતા, જ્યા ક્લબ ક્રિકેટ રમી રહ્યાં હતા. સામાન્ય રીતે એવું હોય છે કે ટીમ ઈન્ડિયા જ્યારે મોટી ટૂર્નામેન્ટ રમવા જઈ રહી હોય તો તેમને શાનદાર વિદાઈ આપવામાં આવે છે. અહીં ટીમ મિશન વર્લ્ડ કપ માટે નિકળી રહી હી પરંતુ વિદાઈ આપનાર કોઈ નહતું.

પીઆર માનસિંહ પણ આ બધા ખેલાડીઓ સાથે હતા, ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયોવાળા વ્યક્તિએ તેમને વર્લ્ડકપના સ્વપ્નને લઈને પ્રશ્ન કર્યો. માનસિંહે પોતાના પિતાની વાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહી દીધું કે જો આ ટીમ સેમીફાઈનલ સુધી ના પહોંચી તો અન્ય કોઈપણ ઈન્ડિયન ટીમ ત્યાં પહોંચી શકશે નહીં.

પરંતુ આટલું બધુ થોડૂ એકદમ સરળ રીતે થઈ જાય છે. મુંબઈ એરપોર્ટ પર જ પ્રથમ મુશ્કેલી આવી ગઈ. ખેલાડીઓ પાસે જે સામાન હતો તે નક્કી માત્રાથી વધારે હતો. કેમ કે અનેક ખેલાડી પોતાના પરિવાર સાથે જઈ રહ્યાં હતા, કેટલાક માત્ર ફરવાના સ્વપ્ના સાથે જઈ રહ્યાં હતા, તેવામાં તેમના પાસે સામાન વધી ગયો હતો. અહીં સુધી કે ખેલાડીઓ પાસે ઘરેથી બનાવીને લાવેલી ખાદ્ય વસ્તુઓ પણ હતી. સામાન પહોંચાડવાની જવાબદારી પીઆર. માનસિંહની હતી ત્યારે તેમને એરપોર્ટના સ્ટાફને ખુબ જ આજીજી કરી પરંતુ તે કામ આવી નહીં. તેવામાં તેવું નક્કી કર્યું કે, વધારે સામાનના ભાડાના રૂપમાં પૈસા આપી દેવામાં આવે.

પરંતુ મુશ્કેલી તે હતી કે ત્યારે તેટલા પૈસા કોઈના પણ પાસે નહતા, તો હવે શું કરવું? ત્યારે ટીમના મેનેજર પીઆર માનસિંહ અને બીસીસીઆઈના એક અધિકારીએ એરપોર્ટવાળાઓને લેખિતમાં આપ્યું કે પૈસા કાલ સુધી પહોંચી જશે, તમે અમને સામાન લઈ જવા દો. આ મુશ્કેલીઓને પાર કરીને જેમ-તેમ કરીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ શકી.

પીઆર માનસિંહ અને વેજિટેરિયન ભોજન

પીઆર માનસિંહને બધા ખેલાડીઓએ મોટા ભાઈની જેમ સન્માન આપ્યું. ત્યારે તેઓ ટીમમાં એક મેનેજરની ભૂમિકા નિભાવવાની સાથે-સાથે એક કોચનું રોલ પણ નિભાવી રહ્યાં હતા. કેમ કે ત્યારે ટીમ ઈન્ડિયા પાસે કોઈ કોચ નહતો. એવામાં અલગ-અલગ ખેલાડીઓ પાસે વારં-વાર જઈને માનસિંહ સતત વાત કરતા રહેતા હતા. જ્યારે ટીમ લંડન પહોંચી તો બધા લોકો ભેગા થયા. ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહેલા ચારે ખેલાડીઓ પણ આવી ગયા હતા.

આ તે સમય હતો જ્યારે ટીમના મેનેજરને એક જાસૂસના રૂપમાં દેખવામાં આવતો હતો, તેમ કે તે ખેલાડીઓની દરેક હરકત બોર્ડ સુધી પહોંચાડતો હતો. પરંતુ પીઆર માનસિંહે તેને બદલી નાંખ્યુ, ટીમની જે પણ મીટિંગ થતી હતી તે તેમના જ રૂમમાં થતી હતી. કપિલ દેવ પોતાની વાત કહેતા હતા અને બધા ખેલાડીઓ ત્યાં હાજર રહેતા હતા.

એક તરફ ખેલાડીઓ સામે વર્લ્ડકપ રમવાનો પડકાર હતો, દરેક મેચ જીતવાનો ટાર્ગેટ હતો. તો બીજી તરફ પીઆર માનસિંહ સામે 14 ખેલાડીઓને મેનેજ કરવા, તેમની મુશ્કેલીઓને દૂર કરવાનો પડકાર હતો. વર્લ્ડકપ શરૂ થાય તે પહેલાની પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી કોઈને પરેશાની થઈ નહીં, પરંતુ જે એક પરેશાની થઈ તે પીઆર માનસિંહને થઈ. કેમ કે ત્યારે તેમને પ્રથમ વખત ખબર પડી કે ટીમમાં ત્રણ ખેલાડી શાકાહારી હતી. યશપાલ શર્મા, કે. શ્રીકાંત અને સૈયદ કિરમાની માટે પીઆર માનસિંહને બ્રેડ, ફળ અને બાકી ખાવાની વ્યવસ્થા કરવી પડી. તે પછી પીઆર માનસિંહે એક નિયમ બનાવી લીધો, તેઓ કોઈપણ હોટ કે સ્ટેડિયમમાં જઈને સૌથી પહેલા રસોઈ ઘરનો એક ચક્કર લગાવી આવતા, જેથી રસોઈયાઓને બતાવી શકે કે ત્રણ શાકાહારી લોકોની પણ વ્યવસ્થા કરવાની છે.

BCCIના ‘જાસૂસ’ એ બોર્ડના જ નિયમો તોડ્યા

અમે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, તે જમાનામાં ટીમના મેનેજરને BCCIનો જાસૂસ માનવામાં આવતો હતો, પરંતુ માનસિંહે તે દૃષ્ટિકોણ બદલી નાખ્યો હતો. આનો શ્રેષ્ઠ પુરાવો એ છે કે પીઆર માનસિંહે ખેલાડીઓ માટે બીસીસીઆઈના નિયમોને હોલ્ડ પર રાખ્યા હતા. કારણ કે વર્લ્ડ કપ વખતે એવો નિયમ હતો કે જે ખેલાડીઓની પત્નીઓ સાથે હોય તે ખેલાડીઓ સાથે એક જ હોટલમાં રહી શકે નહીં. તેથી ખેલાડીઓની પત્નીઓ અલગ-અલગ હોટલમાં રોકાઇ હતી અથવા તો તેમના કેટલાક પરિચિતો સાથે રહેતી હતી.

તે વખતે શ્રીકાંતના નવા લગ્ન થયા હતા અને તેણે પીઆર માનસિંહને કહ્યું હતું કે મારી પત્ની નજીકમાં એક સંબંધીને ત્યાં રહે છે, હું ત્યાં એક રાત માટે જવા માંગુ છે અને સવારે પાછો આવી જઈશ. પરંતુ પી.આર.માનસિંહે તેમ કરવાની ના પાડી, ઉલટું કહ્યું કે, તમારી પત્નીને હોટેલમાં બોલાવી લો અને અહીં જ રોકી દો. તે સમયે રોજર બિન્ની. શ્રીકાંતનો રૂમ પાર્ટનર હતો પરંતુ પી.આર. માનસિંહે રોજર બિન્નીને તેમના રૂમમાં બોલાવી લીધો જેથી શ્રીકાંત તેની પત્ની સાથે એક રૂમમાં રહી શકે. તે બીસીસીઆઈના નિયમોની વિરુદ્ધ હતું, પરંતુ પીઆર માનસિંહે ખેલાડીઓ માટે કર્યું.

પીઆર માનસિંહ અને તે અંગ્રેજ પત્રકાર

વર્ષ 1983ના વર્લ્ડકપ અને પીઆર માનસિંહ સાથે જોડાયેલા અનેક કિસ્સા છે, જેમનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. પીઆર માનસિંહ જ્યારે ભારતના ટીમ પ્લેયર્સ સાથે લંડન ગયા હતા, ત્યારે કદાચ માત્ર તેમના પિતાને જ વિશ્વાસ હતો કે પુત્ર વર્લ્ડ કપ લઈને જ પરત આવશે. તેવું થઈ પણ ગયું, ટીમના પ્લેયર્સે મેદાન પર ઈતિહાસ રચ્યો તો પીઆર માનસિંહ મેદાન બહાર હિસાબ ચૂકતે કરી રહ્યાં હતા.

એવો જ એક હિસાબ હતો, ક્રિકેટ મેગ્જીનના એડિટર ડેવિડ ફ્રિતનો. જ્યારે વર્લ્ડકપ-1983ની શરૂઆત થઈ રહી હતી, ત્યારે વિસ્ડને એક સ્ટોરી કરી જે ડેવિડે લખી હતી. જેમાં લખ્યુ હતુ કે ભારત, જિમ્બાબ્વે જેવી ટીમોને વર્લ્ડકપમાં ભાગ જ લેવો જોઈએ નહીં, કેમ કે આવી ટીમોને રમતા આવડતું જ નથી, માત્ર સમયની બર્બાદી કરવા માટે ટૂર્નામેન્ટમાં હોય છે.

પીઆર માનસિંહે પણ આ આર્ટિકલ વાંચ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીતી લીધો ત્યારે તેમને ડેવિડ ફ્રિથને એક પત્ર લખ્યો. પીઆર માનસિંહે કહ્યું કે તમે વર્લ્ડકપથી પહેલા અમારી ટીમ માટે આવું કહ્યું હતુ, હવે અમે વર્લ્ડ કપ જીતી લીધો છે તો તમે શું કહેશો. આ પત્ર ડેવિડ સુધી પહોંચ્યો, તેમને તેના જવાબમાં જે કર્યું તે યાદગાર હતું.

વિસ્ડનમાં વર્લ્ડકપ ખત્મ થયાના કેટલાક સમય પછી વધુ એક આર્ટિકલ છપાયો, જેમાં ડેવિડ ફ્રિતની તસવીર છપાઈ હતી. એક હાથમાં કોફી, બીજા હાથમાં કંઈક ખાતા હોય તેવી તસવીર અને આર્ટિકલની હેડલાઈન ‘Edible Words’. ડેવિડ ફ્રિથે લખ્યું કે ઈન્ડિયન ટીમના મેનેજરે મને મારા શબ્દો ચબાવવા માટે મજબૂર કરી દીધો.

1983ના વર્લ્ડ કપની જીત બધાને યાદ છે, નવી પેઢીએ તેના વિશે અમુક અંશે વાંચ્યું, સાંભળ્યું અને જોયું છે. તે વર્લ્ડ કપને લગતી દરેક વ્યક્તિની પોતપોતાની વાર્તાઓ છે. કોઈને મદનલાલનો સ્પેલ સારો લાગે છે તો કોઈ માત્ર કપિલ દેવની કેપ્ટનશીપનો ઉલ્લેખ કરે છે. પરંતુ પડદા પાછળ પીઆર માનસિંહે જે રીતે ટીમને સંભાળી, ત્યારે ખેલાડીઓને મજૂરીના હિસાબથી પૈસા મળતા હતા, ત્યારે મેનેજર જ કોચ, લોજિસ્ટિક મેનેજર, ટ્રેનર બધા જ હોતા હતા. તે સમયમાં પીઆર માનસિંહ આ ઈતિહાસના ભાગીદાર બન્યા. હવે જ્યારે ફિલ્મ 83 બધા સામે આવી રહી છે, ત્યારે ખેલાડીઓથી અલગ પીઆર માનસિંહની સ્ટોરી જાણવી રસપ્રદ રહેશે.

(4:31 pm IST)