Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ભારતમાં સતત વધતા ઓમિક્રોનના કેસને લઇને કેન્‍દ્ર સરકાર ચિંતીતઃ કોવિડ રસીકરણની ધીમી કામગીરીવાળા રાજ્‍યોમાં કેન્‍દ્રની ટીમ મોકલાશે

કેરળ, મહારાષ્‍ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ સહિતના રાજ્‍યોમાં કામગીરી વેગવંતી કરાશે

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. દેશના 17 રાજ્યોમાં ઓમિક્રોનના 415 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આ નવા સંકટનો દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ જોખમમાં છે.

ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પણ રોક લગાવવામાં આવી છે. આ સાથે જ રાજ્યોમાં નાઇટ કર્ફ્યુનો સમય પાછો ફર્યો છે. ઓમિક્રોનની સાથે કોરોનાએ પણ જોર પકડ્યું છે. તેથી, દેશભરમાં કોરોનાના કુલ કેસ વધીને 77032 થઈ ગયા છે.

ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. તેથી કેન્દ્ર સરકારે આવા 10 રાજ્યોની યાદી બનાવી છે જ્યાં કોવિડ રસીકરણની ગતિ ઘણી ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર દ્વારા આવા રાજ્યોમાં એક ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં રસીકરણ સામે કોરોનાના વધુ કેસ છે. કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં ટીમો મોકલવામાં આવશે.

(4:32 pm IST)