Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

નવા વર્ષે સરકારી કર્મચારીઓને મળી શકે મોટી ભેટ :બેસિક પે 18 હજારથી વધીને 26 હજાર થશે

સામાન્ય બજેટ પહેલા મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય કરી શકે

નવી દિલ્હી : સામાન્ય બજેટ પહેલા મોદી સરકારે ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય કરી શકે છે.ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે બેસિક વેતન નક્કી કરે છે. જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારે તો કર્મચારીઓનો હાલનો મૂળ પગાર 18000 થી વધીને 26,000 થઈ શકે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળે તો બની શકે છે કે તેને બજેટ પહેલા લાગુ પણ પાડવામાં આવે.

  જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરે તો કર્મચારીઓનો હાલનો મૂળ પગાર 18000 થી વધીને 26,000 થઈ શકે.

 કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માગ કરી રહ્યાં છે.તેથી આશા છે કે 1 ફેબ્રુઆરી 2022 ના રોજ રજૂ થનારા બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય થઈ શકે છે.

  કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનટની મંજૂરી મળી શકે છે. રિપોર્ટ અનુસાર સરકાર આ બજેટ પહેલા કેબિનેટની મંજૂરી બાદ તેને બજેટ ખર્ચમાં પણ સામેલ કરે તેવી શક્યતા છે.

(7:24 pm IST)