Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઈન્ડસ્ટ્રીના મોટા માથાએ મારું કાસ્ટિંગ કાઉચ કર્યું હતુ : એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ

ગ્લેમરસ તસવીરોને લઈને અભિનેત્રી ચર્ચામાં રહે છે : ઉર્ફી જાવેદનું કહેવું છે કે, તેને મુસ્લિમ ધર્મમાં વિશ્વાસ નથી અને આજકાલ તે ભગવદ ગીતા વાંચી રહી છે

મુંબઈ, તા.૨૫ : એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાની ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. એટલું નહીં ઉર્ફી બેબાક નિવેદનો આપવા માટે પણ જાણીતી છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સિવાય મુસ્લિમ ધર્મ, લગ્ન અને ટ્રોલિંગ અંગે પણ વાત કરી છે.

કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ગ્લેમર વર્લ્ડ માટે નવો નથી. વર્ષોથી મુદ્દે અવાજ ઉઠાવામાં આવી રહ્યો છે ત્યારે ઉર્ફીએ જણાવ્યું છે કે, તે પણ દૂષણનો શિકાર બની હતી. ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, *બીજી યુવતીઓની જેમ હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છું, એકવાર કોઈએ મારી સાથે જબરદસ્તીની કોશિશ કરી હતી પરંતુ હું ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. એટલે હું મારી જાતને નસીબદાર માનું છું. ઈન્ડસ્ટ્રીના પુરુષો પાવરફુલ છે. તેમની પાસે હક છે કે તેઓ કોઈપણ ક્ષણ કોઈને રિજેક્ટ કરી શક છે. ઈન્ડસ્ટ્રીના મોટા માથાઓએ મારું કાસ્ટિંગ કાઉચ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હું તેમના નામ નહીં આપું.

ઈન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્ફીનું કહેવું છે કે, તેને મુસ્લિમ ધર્મમાં વિશ્વાસ નથી અને આજકાલ તે ભગવદ ગીતા વાંચી રહી છે. ઉર્ફીના ઘરના લોકો મુસ્લિમ ધર્મ પાળે છે પરંતુ તેમણે તેના પર થોપવાની કોશિશ નથી કરી. ઉર્ફીના કહેવા અનુસાર તે ક્યારેય મુસ્લિમ યુવક સાથે લગ્ન નહીં કરે અને પાછળનું કારણ પણ તેણે જણાવ્યું છે. *હું કોને પ્રેમ કરું તેની મને ખાસ ચિંતા નથી. આપણે એની સાથે લગ્ન કરવા જોઈએ જે આપણને પસંદ હોય. મુસ્લિમ યુવકો મને નફરત કરે છે કારણકે તેઓ ઈચ્છે છે કે તેમના પરિવારની યુવતીઓ એક ચોક્કસ રીતે વર્તે. તેઓ મહિલાઓને કંટ્રોલ કરવા માગે છે. કારણે મને ઈસ્લામમાં વિશ્વાસ નથી*, તેમ ઉર્ફીએ ઉમેર્યું.

ઉર્ફી જાવેદ તેના કપડાંની પસંદગીના કારણે ચર્ચામાં રહે છે અને ટ્રોલર્સના નિશાને આવે છે. અંગે તેણે કહ્યું, *ક્યારેક મને એવું થાય છે કે ટ્રોલર્સને હું ટ્રોલ કરું. વાતોથી મને ફરક નથી પડતો કારણકે જ્યારે તમે પોતાના કરિયરમાં આગળ વધો છો ત્યારે પાછળ છૂટી ગયેલા લોકો શું કહે છે તેનાથી ફરક ના પડવો જોઈએ. મારા મતે ટ્રોલર્સના શબ્દો મારા કાને પડતા નથી. એટલે હું તેમને સાંભળતી નથી. જણાવી દઈએ કે, ઉર્ફી ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગઈ હતી. બાદમાં તે કરિયર બનાવા માટે મુંબઈ આવી. ઉર્ફીએ બિગ બોસ ઓટીટી, બેપનાહ, કસૌટી જિંદગી કી , જીજી મા, ડાયન, મેરી દુર્ગા વગેરે જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

(7:26 pm IST)