Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પાર્ટીના વિજય માટે ટીકા કરી હતી જ લાભદાયી છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીના હવે સૂર બદલાયા : જે રીતે ક્રિકેટમાં કોચ અને કેપ્ટનનુ આગવુ સ્થાન હોય છે તેવું જ કોંગ્રેસ પાર્ટીમાં પણ હોવાનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતનો અભિપ્રાય

દહેરાદૂન, તા.૨૫ : ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતના બળવાખોર વલણ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેઠક યોજીને તેમને મનાવી લીધા હોય તેમ લાગે છે.

કારણકે હવે તેમના સૂર બદલાયા છે.હરીશ રાવતે કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડની જેમ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ છે.જે રીતે ક્રિકેટમાં કોચ અને કેપ્ટનનુ આગવુ સ્થાન હોય છે તેવુ કોંગ્રેસ પાર્ટીમાં પણ છે.મેં  જે પણ કહ્યુ હતુ તે પાર્ટીની જીત માટે કહ્યુ હતુ.ક્યારેક દુખ વ્યકત કરવુ પણ પાર્ટી માટે ફાયદાકારક હોય છે.

રાવતે આગળ કહ્યુ હતુ કે, કોંગ્રેસ એઆઈસીસી માલિક છે અને ઉત્તરાખંડના પ્રભારી કોચ છે પણ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટનનુ પણ આગવુ સ્થાન હોય છે અને ત્રણ વચ્ચે સબંધ જરુરી છે.ભાજપનો ડબલ એન્જિન શબ્દ દેખાડો છે.દેશમાં મોંઘવારીનો માર છે અને ઉત્તરાખંડમાં તો મોંઘવારી પહાડી રાજ્ય હોવાના કારણે વધી જતી હોય છે.દરેક પરિવાર પરેશાન છે.ભાજપે શિક્ષણ વ્યવસ્થા પણ ખાડામાં નાખી છે.મને લાગે છે કે, ચૂંટણીમાં ઉત્તરાખંડના લોકો ભાજપને તડીપાર કરશે.

(7:27 pm IST)