Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ગણતરીની સેકન્ડમાં પાક.ને તબાહ કરવા ભારત સક્ષમ

ભારતના મિસાઈલના પરીક્ષણની વિશ્વએ નોંધ લીધી : આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેની ઉપર પરમાણુ બોમ્બ ફિટ કરવામાં વધારે સમય લાગતો નથી

નવી દિલ્હી, તા.૨૫ : ભારતે તાજેતરમાં અગ્નિ પ્રાઈમ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ હતુ.જેની નોંધ દુનિયાભરમાં લેવાઈ છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના અહેવાલમાં કહેવાયુ છે કે, અગ્નિ પ્રાઈમ મિસાઈલમાં અગ્નિ ચાર અને અગ્નિ પાંચની ટેકનિકને સામેલ કરવામાં આવી છે.તેમાં નવા પ્રકારની રોકેટ મોટર્સ, નેવિગેશન સિસ્ટમ લગાવવમાં આવી છે.અગ્નિ પ્રાઈમ મિસાઈલ લોન્ચરથી સજ્જ હોવાથી તેને એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી લઈ જઈ શકાય છે. મિસાઈલ માત્ર ગણતરીની સેકન્ડમાં પાકિસ્તાનને તબાહ કરવાની તાકાત ધરાવે છે અને તેની સૌથી મોટી ખાસિયત છે કે, તે કેનિસ્ટરમાં બંધ રાખી શકાય છે.તેની ઉપર પરમાણુ બોમ્બ ફિટ કરવામાં વધારે સમય લાગતો નથી અને તેના કારણે ભારત હવે ગણતરીની મિનિટોમાં ભીષણ હુમલો કરવા માટે સક્ષમ બની ગયુ છે. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, અગ્નિ પ્રાઈમ  અને અગ્નિ પાંચ મિસાઈલ એક સાથે એકથી વધારે પરમાણુ બોમ્બ ફેંકવામાં સક્ષમ છે.જોકે વાતને ભારતે હજી સુધી સમર્થન આપ્યુ નથી.

અમેરિકન વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, તેને કેનિસ્ટરમાં બંધ રાખી શકાતી હોવાથી મિસાઈલ પર અણુબોમ્બ ફિટ કરીને પણ રાખી શકાય છે.ભારતે મિસાઈલ પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.કેનિસ્ટરમાં બંધ રખાતી હોવાથી દુશ્મન માટે તેને ઓળખવી પણ આસાન નથી.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ભારત એક મિસાઈલથી એક થી વધારે પરમાણુ બોમ્બ ફેંકવાની ટેકનિક પર કામ કરી રહ્યુ છે અને પ્રકારની ટેકનિક ચીન પાસે પહેલેથી છે.જોકે ભારતીય સંરક્ષણ સૂત્રોનુ કહેવુ છે કે, ટેકનિક ડેવલપ કરતા બીજા બે વર્ષ લાગશે. અમેરિકન વૈજ્ઞાનિકોને વાતની ચિંતા છે કે, મલ્ટીપલ પરમાણુ બોમ્બ ફેંકવાની ટેકનિક પર કામ કરવા માટે ભારત અને ચીન વચ્ચે હોડ જામી છે અને તેનાથી ભારત વધારે પરમાણુ બોમ્બ બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે.ચીનના વધતા ખતરાને લઈને પરમાણુ બોમ્બ પહેલા નહીં વાપરવાની ભારતની નીતિ બદલવા માટે પણ દબાણ થઈ રહ્યુ છે.

(7:29 pm IST)