Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ભારત સહિત વિશ્વના અનેક દેશમાં મોંઘવારી વધવાના સંકેત

અમેરિકામાં ૧૯૮૨ બાદ મોંઘવારી સૌથી ઊંચા સ્તરે છે : ભારતમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારીત છુટક બજારની મોંઘવારી ૪.૯ ટકાના સ્તર પર પહોંચી છે

નવી દિલ્હી, તા.૨૫ : ભારતના લોકો મોંઘવારીથી પરેશાન છે અને માત્ર ભારત નહીં પણ અમેરિકા , જાપાન અને ચીનને પણ મોંઘવારીનો ડર સતાવી રહ્યો છે.નવા વર્ષમાં મોંઘવારી વધે તેવા ડરથી દેશો પણ ચિંતામાં છે.

અમેરિકામાં ૧૯૮૨ બાદ મોંઘવારી સૌથી ઊંચા સ્તરે છે.ભારતમાં જથ્થાબંધ મોંઘવારીનો આંકડો ૧૨ વર્ષની ઉંચાઈએ છે.આમ નવા વર્ષમાં લોકો પરનો બોજ ઘટવાની જગ્યાએ વધે તેમ લાગી રહ્યુ છે.જાપાનમાં મોંઘવારી ૪૦ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.જ્યારે બ્રિટનમાં મોંઘવારી ૨૦૧૧ પછીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી છે.

કોરોના મહામારીની શરુઆત બાદ દુનિયાભરના દેશોમાં હાહાકાર મચ્યો હતો અને આર્થિક સ્તરે જે નુકસાન થયુ હતુ તેની ભરપાઈ હજી સુધી થઈ નથી અને હવે ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાને ડરાવી રહ્યો છે.ફરી દુનિયાના વિવિધ દેશો નવેસરથી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.મોટા મોટા દેશોમાં વધતી મોંઘવારીથી લોકોને ૨૦૨૨માં રાહત મળે તેવી આશા દેખાઈ રહી નથી. ભારતની વાત કરવામાં આવે તો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારીત છુટક બજારની મોંઘવારી . ૯ટકાના સ્તર પર પહોંચી ચુકી છે.બીજી તરફ જથ્થાબંધ બજારની મોંઘવારી ૧૨ વર્ષના હાઈ પર છે. સ્તર ડરાવનાર છે.હાલમાં જથ્થાબંધ મોંઘવારી ૧૪.૨૩ ટકાના સ્તરે છે.જથ્થાબંધ મોંઘવારી સતત આઠ મહિનાથી ડબલ ડિજિટમાં છે.તેની પાછળનુ કારણ પેટ્રોલિયમ પેદાશો, ફૂડ પ્રોડક્ટસ વગેરેના ભાવોમાં વધારો છે.મોંઘવારીની અસર કપડા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ દેખાઈ રહી છે.

(7:30 pm IST)