Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

નાસાએ અંતરિક્ષમાં મોકલ્યું સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ : બ્રહ્માંડના રહસ્યો ઉકેલશે

10 હજાર વૈજ્ઞાનિકોએ દિનરાતની મહેનતથી ટેલિસ્કોપ તૈયાર થયું : અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોની મોટી સફળતા

નવી દિલ્હી :શનિવારે ભારતીય સમયાનુસાર 5.50 વાગ્યે ફ્રેન્ચ ગુએના સ્થિત કોરોઉ લોન્ચ સ્ટેશન પરથી એરિયન-5 ઈસીએ રોકેટના માધ્યમથી જેમ્બ વેબ ટેલિસ્કોપનું લોન્ચિંગ કરાયું હતું. જેમ્સ વેબ ટેલિસ્કોપને 15 લાખ કિમીની ઊંચાઈએ સ્થાપિત કરાયું હતું. લગભગ 10 હજાર વૈજ્ઞાનિકોએ દિનરાતની મહેનતથી આ ટેલિસ્કોપ તૈયાર થયું છે.

નાસાએ યુરોપીય અને કેનેડાની સ્પેસ એજન્સીની મદદથી શનિવારે અત્યાર સુધીનું સૌથી મોટું ટેલિસ્કોપ જેનું નામ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. જેમ્સ વેબ લોન્ચ થયા બાદ હવે તે આકાશમાં પહેલેથી તહેનાત હબલ ટેલિસ્કોપનું સ્થાન લેશે

વોશિંગ્ટન સ્થિત નાસા મુખ્યાલયમાં આ પ્રોગ્રામના ડિરેક્ટર ગ્રેગરી એલ રોબિન્સને જણાવ્યું કે જેમ્સ વેબ ટેલિસ્કોપ આપણી સોલર સિસ્ટમના રહસ્યો ઉકેલવામાં મદદ કરશે. આ ટેલિસ્કોપ બીજી દુનિયા અને સ્ટાર્સ અંગે પણ જાણકારી મેળવીને આપણેને આપશે. આપણા બ્રહ્માંડના રહસ્યો અને તેની ઉત્તપ્તિ અંગે પણ જાણકારી મેળવશે. આકાશમાં તહૈનાત થનારા આ ટેલિસ્કોપ બ્રહ્માંડના વણઉકેલ્યા રહસ્યો, આકાશગંગાઓ, એસ્ટેરોઈડ, બ્લેક હોલ્સ અને સૌર  મંડળ વગેરેની જાણકારી મેળવવામાં નાસાને સહાય કરશે. 

જેમ્સ વેબ ટેલિસ્કોપને બનાવવામાં નાસાને  73,616 કરોડ ખર્ચ થયો છે જોકે નાસાને તેનું વળતર પણ મળી જવાનું છે. કારણ કે અત્યંત દૂર ધૂંધળા તારા અને આકાશગંગાને જોવામાં પણ સક્ષમ છે. 

જેમ્સ વેબ ટેલિસ્કોપની વિશેષતા

- અત્યંત દૂર ધૂંધળા તારા અને આકાશગંગાને જોઈ શકે છે

- ખરાબ થતા પૃથ્વી પરથી રિપેર થઈ શકશે

- બ્રહ્માંડના વણઉકેલ્યા રહસ્યો પરથી પરદો ઊંચકી શકશે

- પૃથ્વીથી 15 લાખ કિમીની ઊંચાઈએ સ્થાપિત કરાયું 

-હબલ ટેલિસ્કોપનું સ્થાન લેશે

- જેમ્સ વેબ ટેલિસ્કોપને બનાવવામાં નાસાને  73,616 કરોડ ખર્ચ થયો

(9:02 pm IST)