Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

નાતાલ પર્વે ઓમીક્રોન વેરિયન્ટનો ફટકો : દુનિયાભરમાં હજારો ફ્લાઇટ્સ રદ કરાઈ

એરલાઇન કંપનીઓએ શુક્રવારે ઓછામાં ઓછી 2,401 ફ્લાઇટ્સ અને કોમર્શિયલ એરલાઈન્સે ક્રિસમસ વીકએન્ડમાં 4,500થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

એરલાઇન કંપનીઓએ શુક્રવારે ઓછામાં ઓછી 2,401 ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી જે નાતાલની પૂર્વસંધ્યાએ ઉપડવાની હતી, જે સામાન્ય રીતે હવાઈ મુસાફરી માટે ખૂબ જ વ્યસ્ત દિવસ હોય છે. લગભગ 10,000 વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.

ઓમિક્રોન વેરિઅન્ટ, કોરોના વાયરસનું અત્યાર સુધીનું સૌથી ખતરનાક વેરિઅન્ટ માનવામાં આવે છે. આશંકા છે કે, આ વેરિઅન્ટ દ્વારા કોવિડ-19 સંક્રમણના સતત વધી રહેલા કેસોને કારણે વિશ્વભરમાં કોમર્શિયલ એરલાઈન્સે ક્રિસમસ વીકએન્ડમાં 4,500થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. રજાઓ દરમિયાન, મુસાફરીને લઈને અનેક પ્રકારની અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે.

ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ FlightAware.com પર ચાલી રહેલા આંકડા અનુસાર, એરલાઈન કંપનીઓએ ગઈકાલે ઓછામાં ઓછી 2,401 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે જે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ઉપડવાની હતી અને આ સામાન્ય રીતે હવાઈ મુસાફરી માટે અત્યંત વ્યસ્ત દિવસ હોય છે. લગભગ 10,000 વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.

વેબસાઇટ અનુસાર, વિશ્વભરમાં ક્રિસમસના દિવસે 1,779 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, સાથે 402 ફ્લાઇટ્સ  જે રવિવારે ટેક ઓફ થવાની હતી એ પણ કેન્સલ કરવામાં આવી છે. ફ્લાઈટ અવેર વેબસાઈટના આંકડા દર્શાવે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ અને દેશની અંદર કે બહાર કોમર્શિયલ એર ટ્રાફિક સપ્તાહના અંતે રદ થયેલી તમામ ફ્લાઈટ્સમાંથી એક ક્વાર્ટર કરતાં વધુ છે.

રજામાં સપ્તાહના અંતે ફ્લાઇટ્સ રદ કરવાની શરૂઆત યુએસ એરલાઇન્સ યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઇન્સ (DAL.N) દ્વારા કરવામાં આવી હતી, જેઓ કોવિડ-19 ચેપના વધારા વચ્ચે સ્ટાફની અછતને ટાંકીને એકલા શુક્રવારે લગભગ 280 જેટલી ફ્લાઇટ રદ કરી હતી.

(9:31 pm IST)